વડતાલ : અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં ફાગણી પૂનમની આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજજીની નિશ્રામાં ફૂલડોલ ઉત્સવ રંગોત્સવ ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો.
આ રંગોત્સવમાં ૫ હજાર કિલો રંગબેરંગી ગુલાલ તથા ૧૦૦૦ કિલો ધાણી-ચણા ખજૂરનો અન્નકૂટ ધરાવવામાં આવેલ. દેવોને કેસુડાનો વિશેષ શણગાર કરવામાં કરાયો, ઉપરાંત વિવિધ પીચકારીઓનો પણ શણગાર કરવામાં આવ્યો હતો, સાથે સાથે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી છત્રીઓ વિવિધ કલરના રંગોથી શણગારવામાં આવેલ.
રંગોત્સવ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો માનીતો ઉત્સવ છે
ભગવાન શ્રીહરિ, વડતાલ જ્ઞાનબાગમાં સંતો-હરિભકતો સાથે રંગે રમ્યા હતા. તેના પ્રતિકરૂપે આ દિવ્ય રંગોત્સવ સમગ્ર સંપ્રદાયમાં ખૂબ જ ભાવભેર ઉજવાય છે. પ્રત્યેક ફાગણ માસની પૂર્ણિમાએ રંગ ઉત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. આજે ક્ષરભુવન પાછળ સંપાદિત કરવામાં આવેલા વિશાળ ચોકમાં ભક્તોની ભીડ જામી હતી.
Other News : ગુજરાત કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો પર ભાજપની નજર છે : જાણો કોણે ટ્વીટ કરી કર્યો ધડાકો