મહેસાણા : રાજ્યમાં અમૃત મહોત્સવ નિમિત્તે આજે કડીમાં ભાજપની તિરંગા રેલી યોજાઈ હતી, દરમ્યાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં આ રેલી કરણપુર શાકમાર્કેટ પાસે આવતાં અચાનક એક રખડતી ગાય રોડ પર દોડી આવતાં નીતિન પટેલને અડફેટે લીધા હતા. જેમાં તેમના ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચતા નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતી.
ઠેર-ઠેર ઘણી જગ્યાએ રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે
સંબંધિત તંત્ર શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરો અંગેના પ્રશ્નનો કોઈ નિરાકારણ લાવી શક્યા નથી, સત્તાધીશો દ્વારા રખડતાં ઢોરોના માલિકો સામે ફરિયાદો પણ કરાઈ છે, જો કે રખડતાં ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.
Other News : અભિનેતા આમીર ખાનની લાલસિંહ ચઢ્ઢા ફિલ્મનો વિએચપી, બજરંગ દળે વિરોધ કર્યો