Charotar Sandesh
ગુજરાત

હવેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહનોનું રી-રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે

વાહનો

ગાંધીનગર : રાજ્ય સરકારે બીએચ સિરીઝ હેઠળ રજિસ્ટ્રેશન માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ મોટર વ્હીકલ ટેક્સના દરો પણ જાહેર કરાયા છે. જે મુજબ વાહનની કિંમત પ્રમાણે વેચાણ કિંમતના ૮થી ૧૨ ટકા ટેક્સ વસુલાશે.

વાહનની વેચાણ કિંમત ૧૦ લાખથી ઓછી હોય તો ૮ ટકા, ૧૦થી ૨૦ લાખની કિંમત હોય તો ૧૦ ટકા અને ૨૦ લાખથી વધુની કિંમત માટે ૧૨ ટકા ટેક્સ લેવાશે. ડિઝલ વાહનો માટે ૨ ટકા વધુ જ્યારે ઇલેક્ટ્રીક વાહનો માટે ૨ ટકા ઓછો ટેક્સ વસૂલાશે. ઇમ્પોર્ટેડ વાહનોના કિસ્સામાં બમણો ટેક્સ વસૂલવામાં આવશે.

ઓનલાઇન પોર્ટલ પર બે વર્ષનો ટેક્સ પણ ભરી શકાશે. દેશના કોઇપણ રાજ્યમાં રી રજિસ્ટ્રેશન વિના વાહન ફેરવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ભારત સિરીઝ હેઠળ વાહનોનું રજિસ્ટ્રેશન ગુજરાતમાં પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં દેશના ૧૫ જેટલા રાજ્યોએ BH સિરીઝનો અમલ શરૂ કર્યો છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ હવે થઇ ગયો છે

સેના- પેરામિલેટ્રી ફોર્સના જવાનો, કેન્દ્ર- રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેમની બદલી એકથી બીજા રાજ્યોમાં થતી હોય તેમને પોતાનું વાહન અન્ય રાજ્યોમાં લઇ જતી વખતે રી રજિસ્ટ્રેશન કરવું ન પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ભારત સિરીઝ હેઠળ રજિસ્ટ્રેશનની જોગવાઇ કરવામાં આવી છે. પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ કે જેમની પણ એકથી વધુ રાજ્યોમાં બદલી થતી હોય તેઓ પણ કેટલીક શરતોના આધારે પોતાના વાહનોનું રજિસ્ટ્રેશન BH સિરીઝમાં કરાવી શકશે.

Other News : રાજ્યમાં આવતીકાલથી ધો.૧થી પના વર્ગો શરૂ કરવા શિક્ષણમંત્રી વાઘાણીની જાહેરાત

Related posts

RTE એકટ હેઠળ બાળકોને ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ મળશે : એડમિશન માટે હેલ્પલાઈન જાહેર કરાયા

Charotar Sandesh

ગુગલના વિશ્વના ટોપ-૫૦ લોકલ ગાઈડમાં બે ગુજરાતીએ મેળવ્યું સ્થાન…

Charotar Sandesh

અમેરિકાના વીઝા અપાવવાના બહાને પટેલ પરિવાર સાથે એજન્ટે ૮.૫૦ લાખની છેતરપિંડી આચરી…

Charotar Sandesh