ગાંધીનગર : વિધાનસભા ચૂંટણીને લઈને AAPએ પોતાના સ્ટાર પ્રચારકોની સૂચી જાહેર કરી દીધી છે. 20 નેતાઓની આ સૂચીમાં દિલ્હીના CM કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન સાથે જ Delhiના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઠ્ઠાનું નામ પણ સામેલ છે.
AAP પાર્ટીએ સ્ટાર પ્રચારક તરીકે બે મહિલા નેતાઓને પણ સામેલ કર્યા છે.આ સાથે જ સ્ટાર પ્રચારકોની સૂચીમાં પૂર્વ ક્રિકેટર અને પંજાબથી રાજ્યસભાના સંસદસભ્ય હરભજન સિંઘને પણ ગુજરાતમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં AAPના CM ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ સ્ટાર પ્રચારકોની સૂચીમાં છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉપરાંત મનોજ સોરઠિયા, અલ્પેશ કથિરિયા અને યુવરાજસિંહ જાડેજાને પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ સાથે જ AAPએ વિધાનસભા ચૂંટણીમાં પ્રચારના સ્ટાર પ્રચારકોમાં પંજાબ સરકારની બે મહિલા મંત્રી બલજિંદર કૌર અને અનમોલ ગગન માનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સ્ટાર પ્રચારકોમાં જગમલ વાળા, રાજૂ સોલંકી, પ્રવીણ રામ, ગૌરી દેસાઈ, માથુર બેદનિયા, અજીત લોકિલ, રાકેશ હીરપરાને પણ સામેલ કરવામાં આવ્યા છે.
Other News : ટીમ ઈન્ડીયા હવે વર્લ્ડ ચેમ્પિયન બનવાથી બે કદમ દૂર, પાકિસ્તાન સામે ફાઈનલમાં કઈ ટીમ આવશે ?