T20 વર્લ્ડ કપ ૨૦૨૨ની પહેલી સેમી-ફાઇનલ આજે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડને ૭ વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવેલ છે, ત્યારે હવે ટીમ ઈન્ડીયા વર્લ્ડ ચેમ્પિયન બનવાથી માત્ર બે કદમ દૂર છે.
આજથી મેચમાં ન્યૂઝીલેન્ડે આપેલ ૧૫૩ રનના ટાર્ગેટને પાકિસ્તાને ૧૯.૧ ઓવરમાં જ ચેઝ કરી લીધેલ, પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને ૫૭ રન, જ્યારે કેપ્ટન બાબર આઝમે ૫૩ રન બનાવીને ટીમની જીતમાં મહત્ત્વનો રોલ ભજવેલ અને ટીમને વિજેતા બનાવેલ.
હવે ફાઈનલમાં પાકિસ્તાનની સામે કઈ ટીમ આવે છે ? તે ૧૦ નવેમ્બરે રમાનાર ઈન્ડીયા અને ઈગ્લેન્ડની મેચમાં નક્કી થશે.
Other News : ભાજપના જુના જોગીઓએ ચૂંટણી લડવાથી હાથ ઊંચા કર્યા, આ નેતાઓ નહીં લડે ચુંટણી