Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના પીએનજી અને CNGમાં ભાવ વધારો ઝીંકાયો, ૧૦ લાખથી વધુ લોકો પર ખર્ચનો બોજો

CNGના ભાવમાં

ગુજરાત રાજ્યના ૧૦ લાખથી વધુ લોકો પર ખર્ચનો વધશે બોજો

ગાંધીનગર : રાજ્યના કેટલાક શહેરોના રસોડામાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા PNGના પ્રાઈઝમાં એકાએક પ્રતિ યુનિટ રૂ. ૨૮નો વધારો કરવામાં આવ્યો છે, જેને લઈ ઘરેલુ ઉપયોગમાં લેવાતા PNG ગેસ બિલમાં હવે પ્રતિ ઘર દીઠ રૂ. ૨૦૦ જેટલો વધારો નોંધાવા પામેલ છે.

Adani ગેસ દ્વારા ઓટો રિક્ષા અને ખાનગી વાહનો સહિત સરકારી બસોમાં વપરાતા CNGના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ રૂ. ૧.૩૧નો વધારો નોંધાયો છે, Adani ગેસ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારા સાથે હવે વાહન માલિકોને સીએનજી રૂ. ૮૩.૯૦ પ્રતિ કિલોના ભાવે મળવા પામશે, જેના પરિણામે રાજ્યમાં ૧૦ લાખથી વધુ ખાનગી મોટર અને ઓટો રિક્ષા ચાલકો પર ખર્ચનો બોજ વધવા પામશે.

CNG વપરાશકર્તાઓ ભાવ તથા ગુણવત્તા બંને બાજુથી ભરાયા છે, ગૃહિણીના ઘરેલું ઉપયોગ માટે PNG તથા CNGના ભાવમાં વધારો ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરાયો હોવાનું મનાઈ રહ્યું છે.

Other News : કચ્છમાંથી બીએસએફે ઘુસણખોરી કરતા ૪ પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા

Related posts

ત્રીજી માર્ચે નવમી વાર બજેટ રજૂ કરશે નીતિન પટેલ…

Charotar Sandesh

સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર : ઇન્દૌર ફરી નંબર વન : ગુજરાતનું સુરત બીજા સ્થાને…

Charotar Sandesh

આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો… ગ્રાહકો હોટલોના રસોડામાં જઈ સ્વચ્છતા ચકાસી શકશે…

Charotar Sandesh