મુંબઇ : યામીની આગામી ફિલ્મ સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને જેકલિન ફર્નાન્ડિઝની સાથે ભૂત પોલીસ છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ઉપરાંત અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર સાથે ફિલ્મ દસમીમાં પણ જોવા મળવાની છે. યામી ગૌતમે ૪ જુનના રોજ ફિલ્મ ડાયરેકટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે.
મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં તેનો કોઇ ગોડફાધર ન હોવાની વાત તેણે કરી હતી
યામીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની કારકિર્દી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, સાલ ૨૦૧૨માં તેણે વિકી ડોનર ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જોકે અભિનયની શરૃઆત તેણે ચાંદ કે પાર ચલો સીરિયલથી કરી હતી. આવતા વરસે યામી પોતાની કારકિર્દીનો એક દસકો પુરો કરશે. તેણે પોતાનો ભૂતકાળ યાદ કરતાં કહ્યું હતું કે, મેં મારી આવડત પર બોલીવૂડમાં કારકિર્દીની શરૃઆત કરી હતી. મને કોઇનું માર્ગદર્શન કે પછી મદદ નહોતી. લોકો તો વારંવાર સલાહ આપ્યા કરતા હોય છે, પરંતુ વ્યક્તિએ નિર્ણય લેવાનો હોય છે કે, તેણે કઇ બાબતોને અમલમાં મુકવી જોઇએ અને કઇ વાતોને સાંભળીને જ પડતી મુકવી જોઇએ.
Other News : દીપિકા પદુકોણ એશિયાની સૌથી પ્રભાવશાળી મહિલામાં સ્થાન