Charotar Sandesh
ગુજરાત

ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ વિભાગને ટકોર : ટ્રાફિક નિયમ તોડતા લોકો રીઢા ગુનેગાર નથી, વ્યવહાર સારો રાખો

ગૃહમંત્રી હર્ષ સંઘવી

સુરતમાં પોલીસના ગૌરવ સમારોહ

સુરત : ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં પ્રથમ વાર ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવવાનુ કાર્ય કર્યું છે. કોરોના કપરાકાળ દરમિયાન પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમણે ટ્રાફિક નિયમ તોડનારા નાગરિકો સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરવાની ટકોર પણ કરી હતી.

પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય માનવી સાથે સારો સાલશભર્યો વ્યવહાર થાય તે જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું.સુરત શહેર પોલીસ દ્વારા રવિવારે અડાજણના સંજીવકુમાર ઓડિટોરિયમમાં પોલીસ ગૌરવ સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોરોના કપરાકાળ દરમિયાન પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા

આ સાથે ટ્રાફિક નિયમન તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ એવી ટકોર કરી હતી. રાજ્યમાં ૬૩ દિવસમાં ૬૭ કેસોમાં ૧૩૫૦ કરોડનુ ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષાએ ગુજરાતની પોલિસને આભારી છે.

તેમણે કહ્યું કે, આગામી સમયમાં પોલીસ કર્મયોગીને રહેવા માટે મકાનો મળી રહે તે માટે હાઉસીંગ પોલિસી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. પોલીસની કોઈ મુશ્કેલીઓને હશે તે તેનું સુખદ નિરાકરણ લાવવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પોલીસ કર્મયોગીઓ નોકરી દરમિયાન અને રિટાયર્ડ થયા બાદ રહેવા માટે મકાનો મળે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાયબર ક્રાઇમ ડિટેકશન કરવા માટે અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો સુરતને મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતમાં ૨૬ હજાર નવી પોલીસ ભરતીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે થાય તે માટે પણ કાર્ય થઈ રહ્યું છે. જો પોલીસ જવાનોના પ્રશ્નો હશે તો તેનું ચોક્કસ નિરાકરણ કરવામાં આવશે તેવી હૈયાધરપત તેમણે આપી હતી. આગામી સમયમાં નવી ટી.પી.સ્કીમો પડે ત્યારે પોલીસ સ્ટેશન માટેની જગ્યાની પણ ફાળવણી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

Other News : Alert : ફ્રિ ગિફ્ટના નામે કોઈ લિંક ન ખોલો : સ્ટેટ બેંક દ્વારા તમામ ખાતેદારોને એલર્ટ કરાયા, જુઓ વિગત

Related posts

ગુજરાતના ૫ પોલીસ અધિકારીઓનું ગૃહ મંત્રાલય સ્પેશિયલ ઑપરેશન મેડલથી કરશે સન્માન…

Charotar Sandesh

લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકને સ્ટાર-૨૦૨૦ સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા…

Charotar Sandesh

આધારકાર્ડમાં આવી ભૂલ ભારે પડી જશે, સરકાર સીધો ફટકારશે 10 હજારનો દંડ…

Charotar Sandesh