ચાલુ વર્ષે દરિયાઈ ઉત્તરાયણ બંધ હોવાની નોટિસ જાહેર કરાઈ છે
આણંદ : જિલ્લાના ખંભાતમાં ઉતરાયણ પછીના પ્રથમ રવિવારે દરિયા કિનારે પતંગ ઉડાડવાની અનોખી પરંપરા છે. જેને દરિયાઈ ઉત્તરાયણ તરીકે ઉજવાય છે. આ દરિયાઈ ઉતરાયણમાં ખેંચવાને બદલે ઢીલ આપીને પતંગ કાપવાની પરંપરા છે. પતંગ બનાવનારા કારીગરો સહિત ગુજરાતભરમાંથી રસિયાઓએ ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવી મોજ માણવા અહીં આવે છે.
જોકે, ચાલુ વર્ષ કોરોના સંક્રમણ વધતા આ ઉજવણી મોકૂફ રાખવાની સરકારે જાહેર કર્યું છે
ખંભાતમાં પણ ૨૨ એક્ટિવ કેસ હોય અને ખંભાત શહેર એ પ્રથમ લહેરમાં હોટસ્પોટ જાહેર થયેલ જેથી હાલ વધારે કોરોના મહામારી લોકોમાં ન ફેલાય જેથી ખંભાત દરીયાઇ ઉત્તરાયણ બંધ મોકુફ જાહેર કરેલ છે જેની તમામ લોકોએ નોંધ લેવી અને બીજાના કહેવાથી ખંભાત દરીયાઇ ઉત્તરાયણ કરવા જીલ્લામાંથી કે બહારના જીલ્લામાંથી કોઇએ ખંભાત આવવુ નહિ જેની તમામ લોકોએ ખાસ નોંધ લેવા જણાવાયું છે.
Other News : આણંદ જિલ્લામાં ૧૦૮ સતત દોડતી રહી : છેલ્લા ર૪ કલાકમાં જાણો કેટલા કેસમાં એમ્બ્યુલન્સ દેવદૂત બની