Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઠંડી વધતા કોરોના સંક્રમણ વધી શકે છે : આણંદ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં વધુ બે કેસ

કોરોના સંક્રમણ

દિવાળીની ઉજવણી ભારે ન પડે તે માટે તકેદારી રાખવી જરૂરી

આણંદ : જિલ્લામાં તહેવારોનો માહોલ જામ્યો છે, ત્યારે દિવાળીની ઉજવણી માટે લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ કેસમાં ઉછાળો આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ૫ કેસ સાથે સપ્તાહમાં ૭ નવા દર્દી નોંધાયા છે. જેમાં ૭૦ ટકા સિનિયર સિટીઝન અને બે યુવતીઓનો સમાવેશ થાય છે.

આ સાથે આણંદ જિલ્લામાં ગત વર્ષે પણ ઓકટોબર માસ બાદ ઠંડીનું જોર વધતાં કોરોના સંક્રમણે એકાએક માથું ઉચકયું હતું. દિવાળી બાદ તો કોરોના સંક્મણે માથું ઉંચકતા દૈનિક સરેરાશ ત્રણથી ચાર કોરોના કેસ નોંધાતા હતા. ચાલુ વર્ષે ઠંડીની શરૂઆત થઇ છે. તે સમયે જ કેસ વધી રહ્યા છે તે ચિંતાની બાબત છે. છેલ્લા એક સપ્તાહની સ્થિતિ પર નજર કરી તો આણંદ શહેરમાં ૪ , કરમસદમાં ૩ અને એક ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાયો છે.

જિલ્લામાં છેલ્લા પોણા બે વર્ષમાં ૯૬૩૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૯૫૮૧ લોકો સ્વસ્થ થતાં રિકવરી રેટ ૯૭ ટકા છે. હાલમાં ૭ કોરોના દર્દીઓમાંથી ૩ હોસ્પિટલમાં છે અને બાકીના હોમ આઇસોલેશનમાં છે. આરોગ્ય વિભાગ દૈનિક ૧૨૦૦ વધુ લોકોના રેપીડ ટેસ્ટ કરી રહ્યો છે.

Other News : કેન્‍દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલની આણંદમાં પ્રેરક ઉપસ્‍થિતિમાં ઉજવણી

Related posts

બહેનની છેડતી કર્યાની બાબતે ૪ લોકોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો…

Charotar Sandesh

વાહન માલિકો સંબંધિત આધારપુરાવા સાથે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે…

Charotar Sandesh

ખેડાના ૭૦૦ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા…

Charotar Sandesh