Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં તા. ૭મી સુધી લાગુ કરાયેલ નિયંંત્રણો અને સુચનોનું પાલન કરવા અનુરોધ કરાયો

નિયંંત્રણો અને સુચનો

આણંદ : વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા દ્વારા નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં તથા ગુજરાત રાજયમાં પ્રતિદિન કોરોના વાયરસની પરિસ્‍થિતિને ધ્‍યાને લેતાં કોરોના વાયરસથી થતી સંક્રમણની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્‍વરિત હાથ ધરી શકાય.

તે હેતુસર રાજય સરકારના ગૃહ વિભાગના તા. ૨૦/૧૨/૨૦૨૧ના હુકમને ધ્‍યાને લઇ આણંદના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી કે. વી. વ્‍યાસએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-૩૪ તથા ધી ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવીડ રેગ્‍યુલેશન, ૨૦૨૦ની જોગવાઇઓને આધીન તાત્‍કાલિક અસરથી તા. ૩૧/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહે તે માટે સમગ્ર આણંદ જિલ્‍લામાં કેટલાંક નિયંત્રણો મૂકવામાં આવ્‍યા હતા.

જે અન્‍વયે રાજય સરકારના ગૃહ વિભાગના તા. ૩૧/૧૨/૨૧ના હુકમ અનુસાર આ નિયંત્રણો હવે તા. ૦૭/૦૧/૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ હોઇ તેનું તથા તા. ૩૧મીના રોજ જારી કરવામાં આવેલ જાહેરનામાંથી નાગરિકોને જાહેર સ્‍થળો, કામકાજના સ્‍થળો તથા મુસાફરી દરમિયાન ફરજિયાતપણે માસ્‍ક પહેરવા, જાહેર સ્‍થળો પર એકબીજા વચ્‍ચે ઓછામાં ઓછું છ(૬) ફૂટનું અંતર જાળવવા તથા મોલ જેવા જાહેર સ્‍થળોએ ગ્રાહકો વચ્‍ચે સોશિયલ ડિસ્‍ટન્‍સ જળવાઇ રહે તેની તકેદારી રાખવાનું સૂચવી તેનું પાલન કરવા જિલ્‍લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે.

વધુમાં આ જાહેરનામાથી જાહેર સ્‍થળો તથા ખુલ્‍લામાં કોઇ વ્‍યકિત થૂંકીને ગંદકી કરશે તો તેમની પાસેથી નિયમાનુસાર દંડ વસુલ કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.

Other News : આણંદ-બોરસદ અને સોજિત્રા તાલુકાના કેટલાંક વિસ્‍તારોને નિયંત્રિત વિસ્‍તાર તરીકે જાહેર કરાયા

Related posts

ખંભાતમાં અદ્રશ્ય કોરોનાનો વધતો કહેર : આજે બપોર બાદ વધુુ ૮ કેસ પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh

પેટલાદ બેઠક પર ભરતસિંહ સોલંકીને લઈને કોકડું ગુંચવાતા કોંગ્રેસ-ભાજપના નેતાઓ દ્વિધામા

Charotar Sandesh

અજાણી સ્ત્રી ઉપર રેપ વીથ મર્ડરના કેસમાં ગણતરીના દિવસોમાં બે આરોપીઓની ધરપકડ કરતી આણંદ પોલીસ…

Charotar Sandesh