અમદાવાદ : પહાડી વિસ્તારમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં સૂસવાટા મારતા પવનથી ઠંડીનો ડબલ અટેક જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હજુ ઠંડીથી રાહત માટે થોડી રાહ જોવી પડશે. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં અનુભવાયું છે. જ્યાં તાપમાનનો પારો ૧.૪ ડિગ્રી પર પહોંચી ગયો છે. તો ૧૦ જેટલા શહેરોમાં ૧૦ ડિગ્રીથી પણ ઓછું તાપમાન રહેતા લોકો ઠુંઠવાયા છે.
રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર યથાવત્…..૧.૪ ડિગ્રી તાપમાન સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન…..હિમાલય તરફના સીધા પવન ગુજરાત તરફ આવતા ઠંડીમાં વધારો. અગાઉ ૨૪ ડિસેમ્બર અને ૫ જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું હતું. શિયાળાની સીઝનમાં અત્યાર સુધીનું અમદાવાદમાં સૌથી ઓછું ૮. ૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો રાજકોટ ભુજ ડીસામાં પણ તાપમાન ૧૦ ડિગ્રી નીચે નોંધાયું છે. રાજ્યમાં આજે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ઉતરાયણ બાદ ઠંડી ઘટતી હોય છે પણ આ વર્ષે ઉત્તરાયણના બીજા દિવસે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. અમદાવાદ ૭.૬,વડોદરા ૧૦.૪,ભાવનગર ૧૦,ભૂજ ૭.૬,ડીસા ૭,દીવ ૧૦.૧,ગાંધીનગર ૫.૩, નલિયા ૨,પોરબંદર ૬.૨,રાજકોટ ૭.૩ ડિગ્રી રહ્યું છે.
અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. અમદાવાદમાં ઠંડીનો પારો ૮ ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલ પ્રહલાદનગર ગાર્ડનના આ દ્રશ્યો છે. અહીંયા પણ ઠંડીના કારણે મોર્નિંગ વોક અને કસરત કરવા આવનારા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
તો બીજી તરફ વાત કરીએ તો, હવામાનને બદલાતાં વાર નથી લાગતી, આ બે તસવીરો છેલ્લા બે દિવસની છે, બે દિવસથી કાશ્મીરથી લઈને હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે
Other News : ગુજરાતમાં ગાંધીની સંસ્થા વિવાદમાં : સોઢીની જેમ હકાલપટ્ટી થાય એ પહેલાં કુલનાયકનું રાજીનામુ