ઈસ્કોન બ્રિજ પર અકસ્માત પછી યોજાયેલ ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ચાલુ કરેલ છે, જેમાં ઘણા વાહનચાલકો ઝડપાયા અને મેમો આપવામાં આવેલ
છેલ્લા ૭ દિવસમાં ૨૭૨૩ જેટલા નબીરાઓ ગાડીઓ ચલાવતા પકડાયા છે
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ યોજાયેલ ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે જિલ્લાઓમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. જેથી પોલીસે ૨૭૨૩ જેટલા નબીરાઓ છેલ્લા ૭ દિવસમાં ઝડપાયા હોવાની માહિતી મળી રહી છે. આ સાથે જુલાઈમાં ટ્રાફિક નિયમની ઐસી કી તૈસી કરતાં લોકોને ઝડપી ૭૦૧ જેટલા કેસ નોંધાયા છે, જેથી આરટીઓમાં વાહનચાલકોની ભીડ જામી રહી છે.
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ રાત્રી દરમ્યાન નબીરાઓ બેફામ બની રહ્યા છે, જેઓની સામે પોલીસ દ્વારા હાલમાં કાર્યવાહી ધરવામાં આવી રહી છે.
ખેડા જિલ્લાની વાત કરીએ તો, મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ૧૩ ફરિયાદ (રીક્ષા અને મોટરસાયકલ ચાલક સામે) – ખેડા પોલીસ સ્ટેશનમાં ૯ ફરિયાદો (રીક્ષા અને મોટરસાયકલ ચાલક સામે) મોટાભાગના ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ – માતર પોલીસ સ્ટેશનમાં ૧ ફરિયાદ (રીક્ષા ચાલક સામે) – નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ૩ ફરિયાદ (રીક્ષા અને મોટરસાયકલ ચાલક સામે) – નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ૧ (મોટરસાયકલ ચાલક સામે) – સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ૧ (મોટરસાયકલ ચાલક સામે) ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ – વસો પોલીસ સ્ટેશનમાં ૧ (મોટરસાયકલ ચાલક સામે) – આતરસુબા પોલીસ સ્ટેશનમાં ૧
Other News : જાણો, કેટલા ટકા લોકો દિવસમાં ૨ કલાકથી વધુ સમય જુએ છે ફેસબુક-ઈન્સ્ટા રીલ્સ ? સર્વેમાં સામે આવ્યા આંકડા