હાલના સમયમાં મોબાઈલ ઉપર સોશિયલ મિડીયાનું વ્યસન ખુબ જ વધવા પામ્યું છે, ત્યારે રિલ્સ બનાવવામાં અને રીલ્સ જોનારાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે
૬૩.૫ % લોકો દિવસમાં ર કલાકથી વધુ સમય સુધી રીલ્સ જુએ છે, સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે
આજના સમયમાં મોબાઈલ-ઈન્ટરનેટે યુવાનો ઉપર વ્યસન લગાવ્યું હોય તેમ યુવાનો સોશીયલ મીડિયાથી પ્રભાવિત થઈ રહ્યો છે. તમે દેશ-વિદેશની માહિતી મેળવી શકો છો કે જે તમને સમાજ સાથે ચાલી શકો તે માટે ઉપયોગી નિવડે છે, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા એવું જણાય છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ માહિતી મેળવવા કરતાં મનોરંજન માટે વધુ થઈ રહ્યો છે.
Internet માં Social Media પ્લેટફોર્મ જેમાં Facebook, Instagram, Tweeter વગેરે વર્તમાનમાં ખૂબ પ્રચલિત છે, ખાસ કરીને રીલ્સ (Insta / FB રીલ્સ, યુ-ટયુબ શોર્ટસ) આજકાલ ખૂબ જ લોકપ્રિય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વયના લોકો રીલ્સ જોવાના આદિ બની ગયા છે.
Social Reels ની આપણા જીવન પર આટલી ગંભીર અસરો થઈ રહી છે ત્યારે તેની અસરોનો અભ્યાસ અનિવાર્ય બને છે કે જેથી Social Reels ની અસરો વિષે વધુ સ્પષ્ટ માહિતી મળી શકે અને Insta FB Reels જોવાની વર્તણુંકને નિયંત્રણ કરવાના ઉપાયો જણાવી શકાય.
Other News : બોલ માડી અંબે..! માઈભક્તો માટે ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ શરૂ, જુઓ વિગત