વડોદરા : ધાર્મિક વાતાવરણ વચ્ચે ગણેશજી પાલખીમાં બિરાજમાન થઇ રાજમહેલ લાવવામાં આવે છે, જ્યાં રાજપુરોહીત દ્વારા શ્રીજીનું સ્વાગત કરીને આવકાર આપવામાં આવે છે, ગણપતિ જે પાટલા પર બિરાજમાન થાય છે તે પણ સવાસો વર્ષ જૂનો પાટલો છે. જોકે મૂર્તિ લાવવા અને તેની ધાર્મિકતા વિષે રાજવી પરિવારના પુરોહિત શ્રી ધ્રુવદત્ત મહારાજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગણેશજીની મૂર્તિ બનાવવા માટે મૂર્તિકાર ચૌહાણ પરિવારને ત્રણ મહિના પહેલા જ તૈયારીઓ કરવા માટે સૂચન કરાય છે અને ખાસ માટીમાંથી ગણેશજીની મૂર્તિ રાજવી પરિવાર માટે તૈયાર કરવામાં આવે છે.
ચૌહાણ પરિવારની આ ત્રીજી પેઢી છે જે રાજવી પરિવારના ગણેશજી તૈયાર કરે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં ખાસ હાથી ઘોડા સહીતના શણગાર સાથે ગણેશજીની પધરામણી કરવામાં આવતી હતી. જોકે હવે હાથી, ઘોડા અને શણગારોની પરંપરા તો રહી નથી, પરંતુ જે પાલખીમાં વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવતા હતા, તે જ શણગારેલી પાલખીમાં બિરાજમાન કરવામાં આવે છે. અને સંગીતની સુરાવલીઓ વચ્ચે ગણેશજીની પ્રતિમાને લાવવા આવે છે. ગાયકવાડી સમયમાં ગણેશજીને પ્રતિમાના ઇન્દુમતી પેલેસમાં બિરાજમાન કરવામાં આવતી હતી.
જોકે સમય બદલાતા શ્રીજીની પ્રતિમાના લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન કરવામાં આવે છે
વડોદરામાં આજે ગણેશોત્સવના મંગળમય પ્રારંભની વચ્ચે પરંપરાગત રીતે ઉજવાતા વડોદરાના રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બીરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરાઈ હતી. છેલ્લા ૧૨૫ વર્ષ કરતા પણ વધારે સમયથી વડોદરાના રાજવી પરિવાર દ્વારા ગણેશોત્સવ વખતે ગણપતિબાપાની સ્થાપના કરવામાં આવે છે. વડોદરાના રાજવી પરિવારમાં આજે જાણે એક મોટો ઉત્સવ હોય તેમ પારંપરિક વાદ્યોના સુરો વચ્ચે રાજમહેલના ગણપતિની સ્થાપના સવારી નીકળી હતી. જેની પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી. ગણેશજી હાલ રાજમહેલમાં ખાતે આવી પહોંચ્યા છે. રાજમહેલના દરબાર હોલમાં ખાસ પૂજા વિધિ પણ યોજાઈ હતી.
Other News : ગણેશ ચતૂર્થીમાં મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોનો ધસારો