Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં નશાબંધી પ્રચાર સપ્તાહ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ

નશાબંધી પ્રચાર સપ્તાહ

આણંદ : ૦૨ જી ઓક્ટોબર ૨૦૨૨ રવિવારના રોજ નશાબંધી પ્રચાર સપ્તાહ ઉદ્ઘાટન સમારોહના આયોજનથી નશાબંધી પ્રચાર સપ્તાહ ૨૦૨૨ નો પ્રારંભ કરવામાં આવ્યો, આણંદ સ્થિત ડી.એન.હાઇસ્કુલ ના પ્રાર્થના મંદીર હોલ ખાતે નશાબંધી પ્રચાર સપ્તાહ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ.

જેમાં આણંદ જિલ્લા ક્લેકટર અને મેજીસ્ટ્રેટ શ્રી મનોજ દક્ષિણી સાહેબ, ઇંડીયન મેડીકલ એસોસીએશન ના પ્રેસિડેન્ટ શ્રી ડો. દિપક શાહ, જાણીતા પલ્મોનોલીજીસ્ટ શ્રી ડૉ રાજીવ પાલીવાલ, પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વવિદ્યાલયના શ્રી ગીતાદીદી, નશાબંધી અને આબકારી અધીક્ષક શ્રી એચ.જી,મસાણી, શહેર નશાબંધી નિયોજક શ્રી ગીતાબેન સોલંકી, તથા ડી.એન,.હાઇસ્કુલના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.

કાર્યક્રમની શરુઆત પ્રાર્થના, દીપપ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગતથી કરી, નશાબંધી પ્રચાર સપ્તાહ ૨૦૨૨નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

કાર્યક્રમના પ્રારંભમાં અધીક્ષક શ્રી નશાબંધી અને આબકારી દ્વારા નશાબંધી પ્રચાર સપ્તાહ વિશે પરીચય આપી પ્રચાર સપ્તાહ ૨૦૨૨ દરમિયાન ઉજવવામાં આવનાર કાર્યક્રમ વિષે જાણકારી આપવામાં આવી તથા નશાબંધી પ્રચાર સપ્તાહ ઉજવવાનો હેતુ સમજાવવામાં આવ્યો.

ત્યાર બાદ ડો રાજીવ પાલીવાલે દારુ અને તમાકુ જેવા તત્વોની ગંભીર શારીરીક અસરો વિષે સમજ કરી ત્યારબાદ આણંદ જિલ્લા ક્લેકટર અને મેજીસ્ટ્રેટ શ્રી મનોજ દક્ષિણી સાહેબ દ્વારા પોતાના કાર્યકાળ ના અનુભવોના આધારે વ્યસનો વ્યક્તિને કેવી રીતે પાયમાલ કરે છેતે બાબતથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા, નશાબંધી પ્રચાર સપ્તાહમાં મહત્તમ લોકોને વ્યસનમુક્ત કરવા હાંકલ કરી, તથા પુજ્ય મહાત્મા ગાંધીજીના ૧૧ સિદ્ધાંતોથી જીવન સાર્થક કરવા અને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી તથા ઉપસ્થિત દરેક વિદ્યાર્થી વ્યસનમુક્તિ માટે પોતાના પરીવારનો બ્રાન્ડ એમ્બેસેડર બનવા જણાવ્યું.

ત્યારબાદ આ પ્રસંગે આયોજીત વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ તથા નશાબંધી નિયોજક શ્રી ગીતાબેન સોલંકી દ્વારા ઉપસ્થિત તમામને વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા લેવરાવી તથા રાષ્ટ્રગાન કરવામાં આવ્યુ તથા ડી.એન.હાઇસ્કુલના શિક્ષક શ્રી આશિષભાઇ પરમાર દ્વારા આભારર્વિધિ કરી કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામાં આવ્યો.

Ketul Patel, Anand

Other News : આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ ટલ્લે ન‌ ચડાવવા જિલ્લા કલેકટરને રજૂઆતો, જુઓ વિગત

Related posts

સમગ્ર આણંદ જિલ્લા-માં લાગુ કરાયેલ હથિયારબંધી…

Charotar Sandesh

આણંદ જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઇ….

Charotar Sandesh

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી આણંદે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી…

Charotar Sandesh