આણંદ : ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજ આણંદમાં રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત યોગ તાલીમ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં કોલેજના પસંદગી પામેલ વિદ્યાર્થીઓ ૩૦ દિવસની યોગની તાલીમ લેશે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ શંકરભાઈ રાઠોડ, કોલેજના કા.આચાર્ય ડૉ.નરેન્દ્રસિંહ બી રાજ, કોલેજના વિભાગીય અધ્યક્ષ ડૉ. ભારતીબેન ડી. રાજ, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર અલ્પેશકુમાર ડી. પટેલ તથા જોઈન્ટ પ્રોગ્રામ ઓફિસર રવિ જી. દરજી ઉપસ્થિત રહ્યા હતા. યોગ કોચ શંકરભાઈ રાઠોડ જેમણે યોગ વિશે માહિતી આપી અને યોગથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજ આપી હતી. કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ.નરેન્દ્રસિંહ રાજે વિદ્યાર્થીઓને વધુમાં વધુ જોડાઈને આ શિબિરમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.કોરોનાના આ કપરા સંજોગોમાં યોગ એ ખુબ જ જરૂરી અને રોગ સામે લડવા માટે અગત્યનું એક સાધન બની રહેશે.
આ યોગ તાલીમાર્થીઓએ ભવિષ્યમાં સમાજમાં જઈ જુદા-જુદા સ્થળોએ તાલીમ આપવાની રહેશે અને યોગ જાગૃતિ અભિયાન કરવાના રહેશે તેમ જણાવ્યું હતું.
અલ્પેશકુમાર પટેલે જેમણે યોગ એ આદિકાળથી છે અને આપણી સંસ્કૃતિ છે તે વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના કા.આચાર્ય ડૉ.નરેન્દ્રસિંહ રાજ ના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર અલ્પેશકુમાર ડી પટેલ અને રવિ જી. દરજી એ કર્યું હતું.
Related News : રાજ્ય કલા પ્રદર્શન સ્પર્ધામાં ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનું ગૌરવ