આણંદ : ST બસ સ્ટેન્ડમાં કેટલાક બસોના અનિયમિત સમયનેે કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી થઈ રહી છે, આ અંગે એબીવીપી દ્વારા શુક્રવારના રોજ બસ રોકો આંદોલન કરી ડેપો મેનેજરને આવેદનપત્ર અપાયું હતું.
ABVPના કાર્યકરો દ્વારા બસ રોકો આંદોલન કરાયું હતું, સૂત્રોચ્ચાર અને હલ્લાબોલ પણ કરાયા હતા
જે આવેદનપત્રમાં જણાવેલ કે, હાલ એસટી બસના અનિયમિતતાના કારણે પાસ ધરાવતા મુસાફરો-વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે, તે ત્વરીત ધોરણે દુર કરાવા અને બસો ફરીથી સમયસર ચલાવવા માંગ કરાઈ છે, જો ૧૫ દિવસમાં એસટી તંત્ર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે, તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
Other News : આણંદમાં અવકૂડાની મંજૂરી વગર થયેલા બાંધકામોમાં આકરણી વસૂલવા થયેલો ઠરાવ નગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો