“કામધેનુને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે”
જનપ્રતિનિધિ “મહિલા” ચૂંટાઈ આવે છે ત્યારે તેમના નામે પતિ દ્વારા ‘મનસ્વી વહીવટ’ કરવાની બંધારણમાં જોગવાઈ ખરી..?
નવાઈની વાત એ છે કે અનેક પંચાયતોમાં અને તાલુકા- જિલ્લા પંચાયત પ્રમુખ મહિલાની જગ્યાએ પતિદેવો સહિઓ પણ કરી મહિલા અનામતના કાયદાના ધજિયા ઉડાવે છે અને જિલ્લા વિકાસ અધિકારી ‘નરોવા કુંજરોવા’ થઈ બેઠા છે.
એમઝોન પ્રાઈમ ઉપર રિલીઝ થયેલી ‘ પંચાયત’ વેબ સિરીઝ માં આપણે સૌ એ જોયું છે કેવી રીતે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલ મહિલાના શાશક તરીકે તેમના પતિ દ્વારા મનસ્વી વહીવટ કરવામાં આવે છે. તમામ જાહેર કાર્યક્રમમાં મહિલાની જગ્યાએ તેમના પતિનું માન સન્માન કરવામાં આવે છે. દરેક જગ્યાએ ઓફિસમાં મહિલાની જગ્યાએ પ્રધનપતી દ્વારા વહીવટ કરવામાં આવે છે ત્યારે પ્રશન એ થાય છે કે જો તમામ વહીવટ અને કાર્યભાર પતિ દ્વારા જ કરવાનો હોય છે તો પછી તેમના ચૂંટાઈને માત્ર ચીઠ્ઠી ચાકર બની ને માત્ર ઘર કેમ j કરવાના હોય છે તો કેમ
મહિલા અનામતને કારણે પંચાયતથી સંસદ સુંધી પ૦ ટકા મહિલાઓને સ્થાન મળ્યુ છે. પરંતુ મહિલાઓ પાસે નામ પુરતી જ સત્તા હોય છે. પડદા પાછળ પુરૂષો જ વહીવટ સંભાળે છે. સરકાર ભલે મહિલા સશક્તિકરણના દાવા કરે પરંતુ ખાટલે ખોડ એ છે કે માત્ર અનામત બેઠક ભરવા પુરતો જ મહિલાનો ઉપયોગ થાય છે. ત્યાર બાદ ચૂંટાયેલ મહિલા પાસે નામ માત્રનો હોદ્દો રહે છે. તેમાંય ગ્રામ પંચાયતોમાં તો આ સ્થિતિ ખાસ જોવા મળી રહી છે.
આજે પણ ચૂંટણીઓમાં જ્યારે પુરુષો ની સીટ આવતી નથી અને તે બેઠક માત્ર મહિલાને માટે અનામત રાખવામાં આવે છે ત્યારે સત્તા ભૂખ્યા વરુ પોતાનું પત્ની ને આગળ કરીને એ સીટ છીનવી લઈ જાય છે જ્યારે વર્ષોથી કાર્ય કરતી મહિલાઓને પોતાના હક થી વંચિત રાખવામાં આવે છે. હક તો છોડો પરંતુ જ્યારે ચૂંટાઈ આવે છે ત્યારે વહીવટ કે કરવામાં આવે છે તેમના પતિ દ્વારા કરવામાં આવે છે.
સરકારના અધિકારીઓ તમામ વાત જાણતા હોવા છતાં પણ આવી થવા દે છે, ચાલવા દે છે કેમ જો વિરોધ કરશે તો તેમની જે ટકાવારી છે તેનાથી પોતાના હથધોઈ બેસે એવો ડર મનમાં સતાવતો હોય છે. એટલે અધિકારીઓ દ્વારા જ્યારે આ પ્રકારે સાથ સહકાર આપવામાં આવે છે કે પછી હજુ પણ આ માનસિક રીતે સંકુચિત લોકો એવી મને છે કે સ્ત્રી વહીવટ કરવા માટે સક્ષમ નથી. દુનિયાના દરેક ક્ષેત્રમાં પોતાનો સિક્કો જમાવીને પુરુષપ્રધાન સમાજ જ્યારે ટક્કર આપી રહી છે ત્યારે સ્થાનિક ચૂંટણીઓમાં તેમના પતિ દ્વારા કરવામાં આવતા વહીવટ સામે તંત્ર કેમ ચૂપ રહે છે એ ચર્ચાનો વિષય છે.
મોટા મોટા બેનરોમાં પોતાના ફોટો છપાવીને લોકોને ડરવા ધમકાવવા અને મન માની પોતાનું કામ કરવાની જે વૃત્તિ છે હજુ ૨૧ સદીમાં પણ ચાલી રહી છે. આ પરિસ્થિતિ માટે ક્યાંક ને ક્યક સરકારી અધિકારીઓ જવાબદાર છે જેને લઈને મહિલાઓના સ્થાને તેમના પતિ દ્વારા કરવામાં આવતા વહીવટ ને વેગ મળે છે. મહિલાઓ ને માત્ર નામ રાખીને જે કંઈ પણ નિર્ણય લેવામાં આવે છે તેને કેવી રીતે માન્ય રાખવો એ મોટો સવાલ છે. જાગૃત અને શિક્ષિત લોકોએ આગળ આવીને વિરોધ કરવો જોઈએ જેનાથી જે પરંપરા ને આપણે જાકારો આપ્યો છે જેનું પુનરાવર્તન ભવિષ્યમાં થાય નહિ અને એક સમાજનું નિર્માણ થાય જેમાં ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિ પોતાના નિર્ણય લઈ શકે અને મહિલાઓના હિતમાં કામ મારી શકે.
કેન્દ્ર સરકારે આખા દેશમાં પંચાયતી રાજ દાખલ કરવા માટે બંધારણીય સુધારો કરી તેને સને ૧૯૯૩થી અમલમાં મૂક્યો. આ બંધારણીય સુધારો ભારતનાં ઈતિહાસમાં એક મહાન ક્રાંતિકારી પગલા તરીકે ગણાય કારણ કે, આ સુધારાથી સ્ત્રીઓ માટે પંચાયતની કુલ બેઠકોમાંથી ૧/૩ (૩૩ ટકા) બેઠકો આરક્ષિત કરવામાં આવી. દુનિયાના કોઈ દેશમાં કોઈ ચૂંટાયેલી સંસ્થામાં સ્ત્રીઓ માટે ૩૩ ટકા બેઠકો આરક્ષિત રાખી હોય તેવું બન્યું નથી.
સ્ત્રીઓને માટે પંચાયતમાં ૩૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે અને તેજ પ્રમાણે પંચાયતમાં સ્ત્રી સરપંચની જગ્યા માટે પણ સ્ત્રીઓને ૧/૩ જગ્યા આપવામાં આરક્ષણ આપ્યું છે. આ જોગવાઈને લીધે આખા દેશમાં, ગ્રામ પંચાયતોમાં ઘણી મોટી સંખ્યામાં મહિલા સરપંચો ચૂંટાયા છે. આ મહિલા સરપંચોએ પંચાયતના કાયદા અને નિયમો પ્રમાણે પંચાયતોનો વહીવટ કરવાનો હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે સરપંચ તરીકે પંચાયતમાં ઘણી જ જવાબદારી સંભાળવાની હોય છે. ગ્રામ સભા પણ વર્ષમાં બે વાર બોલાવવી તેવી જોગવાઈ છે. પંચાયતોની સભામાં સરપંચ અધ્યક્ષ હોય અને તે સભાનું સંચાલન કરે છે. સરપંચ તરીકે ગામના પ્રશ્નો કરતા બીજી કાયદેસરની અનેક જવાબદારીઓ સરપંચે વિચારવાની અને સંભાળવાની હોય છે. સરપંચે પંચાયતની રોકડ રકમો, પંચાયતનું રેકર્ડ અને પંચાયતનાં ખર્ચના વાઉચરો અને પહોંચ વગેરેનું રેકર્ડ સાચવવાનું હોય છે. આ બધા કાર્યો સરપંચે પંચાયત ધારા પ્રમાણે કરવાની હોય છે અને એટલે આ કાયદાની સમજ તેમને હોવી જોઈએ તે જરૂરી છે.
પંચાયત ધારા હેઠળ પંચાયતે સ્કૂલો અને આરોગ્ય કેન્દ્ર ચલાવવાના હોય છે, તેને માટે ગ્રાન્ટ મેળવવાની હોય છે, ખેતીની જમીનો પર રેવન્યુ વસૂલ કરવાનું હોય છે, પંચાયત ટેક્ષ નાંખે અને ઉઘરાવે, ઓકટ્રોય નાખે, મકાનોના બાંધકામના નિયમો બનાવી તેનું પાલન થાય તેની કાળજી રાખે અને ખાસ કરીને ગામમાં તળાવ, કુવા અને પાણીના બીજા સ્ત્રોતોનું જતન કરવું પડે છે. આમાં ઘણી વખત જાણકાર સભ્યોની અલગ કમિટી બનાવવી પડે છે અને રાજ્ય સરકારના યોગ્ય અધિકારીઓની મદદ લેવી પડે છે.
આવી મહત્ત્વની ભૂમિકા સરપંચ બજાવે છે અને કાયદાએ આવી જગ્યા જ્યારે સ્ત્રી માટે આરક્ષિત કરી હોય ત્યારે સ્ત્રીએ આ જવાબદારી સમજણપૂર્વક અને પોતાની કોઠાસૂઝથી નિભાવવી જોઈએ. જે જગ્યા પર પહોંચવા માટે કદાચ દાયકાઓ વીતી જાય તે જગ્યા કાયદાએ કરી આપી છે અને આવો અવસર જો સ્ત્રીને મળ્યો હોય તો તેણે તેનો લાભ લઈ અને પોતાનાથી બની શકે તેટલું સમાજ માટે પ્રદાન આપવું જોઈએ. એક સ્ત્રી સરપંચ ઉપર બતાવેલા તમામ કામ કરી શકે છે તે ગત બે દાયકાઓએ બતાવ્યું છે અને એ પણ બતાવ્યું છે કે સ્ત્રી અત્યંત સારી રીતે જેમ ઘરનો વહીવટ સંભાળે છે તેમ પંચાયતનો વહીવટ પણ સંભાળી શકે છે.
એક સ્ત્રી સરપંચ વધારાના કામમાં ગામની બીજી સ્ત્રીઓ માટે વૈકલ્પિક રોજગારી પણ વિચારી શકે છે અને તે ગૃહઉદ્યોગની વ્યવસ્થા ગોઠવી શકે છે. આ માટે તે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગમાંથી ગ્રાન્ટ મેળવી શકે છે. દરેક સ્ત્રી સરપંચે પોતે વર્ષ આખા માટે ગામમાં એક મહત્ત્વનું કામ નક્કી કરી તે પાર પાડવાનો સંકલ્પ કરવો જોઈએ અને પાણી, રસ્તા, વીજળી, સ્કૂલમાં વધુ ઓરડા, વધુ સારી કેળવણીની વ્યવસ્થા વગેરેમાંથી કોઈપણ એક કામ પૂરું કરવું તેવો સંકલ્પ કરી તે પૂરું કરવા પર પોતાની શક્તિ કેન્દ્રિત કરવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકને સગવડમાં વધારો થાય. સ્ત્રી સરપંચે તાલુકા પંચાયતના આગેવાનોનો સંપર્ક રાખી વારંવાર તેમને ગામમાં બોલાવી તેમની મદદ, દોરવણી મેળવી ગામના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી તે તેની જવાબદારી નિભાવવામાં મદદરૂપ થઈ શકે. ઉપરની બધી વિગતો બતાવે છે કે સ્ત્રી સરપંચ પોતે જાણકાર, અભ્યાસી અને કેળવાયેલી હોય તો જરૂર પડે. પરંતુ ઓછું ભણેલી સ્ત્રી સરપંચ પણ પોતાની સૂઝ, સમજ, આવડત અને અનુભવથી પંચાયતનો વહીવટ બરાબર કરી શકે તેમાં શંકા નથી. પંચાયતી રાજનો અનુભવ જોઈએ તો તે બતાવે છે કે જો સ્ત્રી સરપંચ સાથે તેમની પંચાયતની બીજી સ્ત્રી સભ્યો સાથ આપે છે ત્યારે તે પંચાયત ઘણી જ સુંદર કામગીરી કરી શકે છે.
મહિલાઓ પ્રત્યેના ભેદભાવના તમામ નિવારણો પર સંમેલન, 1979
મહિલાઓ સામેના ભેદભાવના તમામ નિવારણ અંગેના આંતરરાષ્ટ્રીય અધિવેશનના આર્ટિકલ 2 હેઠળ, રાજકીય પક્ષોને “પુરુષો સાથે સમાન ધોરણે મહિલાઓના હકનું કાયદેસર સંરક્ષણ સ્થાપિત કરવું અને સક્ષમ રાષ્ટ્રીય ટ્રિબ્યુનલ્સ અને અન્ય જાહેર સંસ્થાઓ દ્વારા સુનિશ્ચિત કરવું જરૂરી છે. ભેદભાવના કોઈપણ કૃત્ય સામે મહિલાઓને અસરકારક સંરક્ષણ. “તેઓએ પણ” મહિલાઓ સાથેના ભેદભાવના કોઈપણ કૃત્ય અથવા પ્રથામાં સામેલ થવાનું ટાળવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે જાહેર અધિકારીઓ અને સંસ્થાઓ આ જવાબદારીની સાથે સુસંગતપણે કાર્ય કરશે. “23 મહિલાઓને પણ હકદાર છે કાર્યકારી પરિસ્થિતિઓમાં આરોગ્ય અને સલામતીનું સમાન મહેનતાણું અને રક્ષણ .૨4
ગ્રામીણ મહિલાઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સંમેલનમાં રાજકીય પક્ષોને “ગ્રામીણ મહિલાઓ તેમના કુટુંબના આર્થિક અસ્તિત્વમાં ભજવે તેવી મહત્વપૂર્ણ ભૂમિકાઓ, જેમાં અર્થવ્યવસ્થાના બિન-મુદ્રીકૃત ક્ષેત્રોમાં તેમના કામ સહિત, ધ્યાનમાં લેવાની આવશ્યકતા છે,” અને , “ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને આ સંમેલનની જોગવાઈઓ લાગુ કરવા સુનિશ્ચિત કરવા માટે તમામ યોગ્ય પગલાં લેવા.”
મહિલા પતિ દ્વારા જે રીતે વહીવટ કરવામાં આવે છે ત્યારે સરકાર અને સરકારના અધિકારીઓ દ્વારા ધ્યાન આપીને વર્ષોથી ચાલી આવતી પરંપરા તોડીને સ્ત્રીસશિતકરણ ને યોગ્ય ન્યાય મળે એ દિશામાં પગલાં ભરવા જોઇએ જેથી બંધારણી પરિભાષા જળવાઈ રહે.
- પિન્કેશ પટેલ “કર્મશીલ ગુજરાત”
નવામુવાડા, લુણાવાડા, મહીસાગર