આત્મા પ્રોજેક્ટ અંતર્ગત બંસી ઘઉં માટે જિલ્લા કક્ષાએ એવોર્ડ વિજેતા શ્રી અજીત કુમાર ઠાકર
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક ખેતી અપનાવવાના સંદેશને સાકાર કરતી જિલ્લાની પ્રાકૃતિક ખેતી (natural farming) ની પ્રેરણાદાયક કહાની
Nadiad : ભારતના રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પૃથ્વી પાસે આપણી જરૂરિયાત માટે પૂરતા સંસાધનો છે પણ આપણા લોભ માટે નહિ. આજે વિશ્વ ફલક પર સંપોષિત વિકાસ માટે પ્રયત્નોની વચ્ચે બાપુના પ્રકૃતિમય સંદેશને ભારતના ક્રૃષિ ક્ષેત્રે સાકાર કરવાના હેતુથી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા યુરીયા ખેતીથી પ્રાકૃતિક ખેતી (natural farming) તરફ વળવા આહવાન કરવામાં આવ્યુ છે.
ખેડા જિલ્લાના ખેડૂતો કૃષિ ક્ષેત્રે હંમેશા પ્રયોગ કરવા માટે જાણીતા રહ્યા છે. સામાન્ય ખેતીથી જરા જુદા જઈને પ્રાકૃતિક ખેતી (natural farming) તરફ વળવાનું સાહસ ભર્યું કામ નડિયાદ તાલુકાના નરસંડા ગામનાશ્રી અજીત કુમાર અરવિંદભાઈ ઠાકરે સફળતાપૂર્વક હાથ ધર્યું છે. ૨૦૧૭માં ફક્ત 3 વિઘા થી શરૂ કરીને આજની તારીખમાં તેઓ ૭ વિઘા જમીનમાં જુદી જુદી શાકભાજી, ઘઉં અને મગફળીનું પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન કરે છે.
નરસંડા ગામના વિસ્તારમાં સૌપ્રથમવાર પ્રાકૃતિક ખેતી (natural farming) થી મગફળીનું વાવેતર કરનારા શ્રી અજીતભાઈ એ પહેલા ખેડૂત છે
અજીતભાઈ ને પ્રાકૃતિક કરવાની પ્રેરણા ૨૦૧૬માં ગાંધીનગરના સુભાષ પાલેકર(ગુરૂજી)ના કાર્યક્રમમાંથી મળી હતી. અજિતભાઈ સુભાષ પાલેકર પ્રાક્રૃતિક ખેતી પદ્ધતિ મુજબ તૈયાર કરેલા જીવામૃત, ધન-જીવામૃત, બીજ-જીવમૃત વગેરેનો ઉપયોગથી પાકને સુરક્ષિત રાખે છે.
પ્રાકૃતિક ખેતી માટે સરકાર તરફથી દેશી ગાયના નિભાવના ખર્ચ માટે પ્રતિમાસ સો રૂપિયા મળે છે અને ખેતી માટે તેમને ડ્રમ મળેલા છે. પ્રાકૃતિક ખેતી (natural farming) માટે માર્કેટના પ્રશ્નના જવાબમાં શ્રી અજીતભાઈ જણાવે છે કે નડિયાદ ગ્રામ હાર્ટમાં બધી જ પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટ્સ વેચવા માટેની જોગવાઈ છે ઉપરાંત ખેડૂત ઉત્પાદન કંપની (FPO) પણ ખેત પેદાશોનાં સફળતાપૂર્વક વેચાણ માટે સતત કાર્યશીલ છે.
પ્રાકૃતિક ખેતીનાં ફાયદા જણાવતા શ્રી અજીતભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતી કરવાથી તેમની ખેતપાદશોની ગુણવત્તા અને ઉત્પાદકતા બંને વધી છે.
Other News : નડિયાદના ખેડૂતે આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતીનો રસ્તો અપનાવ્યો : ખેડૂત વર્ગ માટે ખાસ