તારીખ 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિવિધ રીતે નારી સન્માન માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળ આનંદના આંગણે પોતાના કર્તવ્ય પરાયણ સેવા નિષ્ઠ અને પ્રામાણિક મહિલા કર્મચારીઓ તથા સંસ્થામાં રહી અભ્યાસ કરી પોતાના આત્મવિશ્વાસ તથા આવડતના દર્શન કરાવતી પ્રજ્ઞાચક સુધી કર્યો ના સન્માનનો કાર્યક્રમ કર્યો.
સીયારામ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી દિપાલીબેન ઇનામદાર જેવા સમાજમાં અનેક ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર વ્યક્તિત્વના હાથે અધ્યક્ષ સ્થાને સંસ્થા પરિવારને આ કર્મચારીગણ સહિત દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
સમગ્ર કર્મચારી ગણની સેવાકીય વિશેષતાઓ તેમજ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના વિવિધ કૌશલ્યનો પ્રશંસા સાથે સંસ્થાના ઉપપ્રમુખ ડોક્ટર મેઘા જોશી એ સંસ્થા પરિચય તથા સર્વેનું સ્વાગત કર્યું હતું
સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ મહેમાનોના સ્વાગત સહિત આભાર માન્યો હતો. શ્રીમતી દિપાલીબેન ઇનામદારે સંસ્થાના કર્મચારી ગણ તથા પ્રજ્ઞાચક્ષુ બાળકીઓના પ્રેરણાત્મક સેવાકીય અભિગમ તથા કૌશલ્યને વીરદાવા સાથે દરેકને સુંદર બેગ આપીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી તેમજ જાગૃતિ મહિલા સમાજના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ તેમજ જાગૃતીબેન પટેલ હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ઓડેદરા ભુટ્ટાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
Other News : વડતાલધામમાં વંદુપદરચનાના દ્વિશતાબ્દી પર્વએ ૨૨ હજાર સમૂહપાઠ થયા