ભારતનો જડબાતોડ જવાબઃ આઠ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા…
ચાર દિવસથી પાકિસ્તાનનું સતત ફાયરિંગ, ગુરેઝ,કેરન,ઉરી અને પૂંછ સેક્ટરમાં સેનાની ચોકીઓને નિશાન બનાવી, ફાયરિંગમાં બે બાળકો સહિત ૫ નાગરિકો ઇજાગ્રસ્ત…
દિવાળીના તહેવાર ટાણેં જ પાકિસ્તાને સરહદે પોત પ્રકાશ્યું છે. આજે લાઈન ઓફ કંટ્રોલ પર જુદી જુદી ઠેકાણે કરેલા સંઘર્ષ વિરામના ઉલ્લંઘનમાં ભારતના ૩ જવાનો શહીદ થયા છે અને ૩ નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે. ભારતીય સેનાએ તત્કાળ બદલો લીધો હતો.
ભારતીય સેનાએ પણ તત્કાળ બદલો લીધો હતો. ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના દ્વારા કરવામાં આવેલી તત્કાળ વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના ૮ સૈનિકોને ઠાર માર્યા છે. જેમાં પાકિસ્તાનના ૨-૩ એસએસજીના કમાંન્ડો પણ શામેલ છે. આ ઉપરાંત પાકિસ્તાની સેનાના ૧૦ થી ૧૨ જવાનો ઘાયલ થયા છે. જેથી પાકિસ્તાની સેનાના જવાનોનો મૃતાંક વધે તેવી શક્યતા છે.
ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી કોઈ જ કારણ વગરની ઉશ્કેરણીજનક હરકત કરવામાં આવી હતી. પાકિસ્તાની સેનાએ ઉરીથી લઈને ગુરેજ સુધીના વિસ્તારોમાં સીઝફાયર ઉલ્લંઘન કર્યું હતું જેનો ભારતીય સેનાએ તત્કાળ જવાબ આપતા ૮ સૈનિકોના ઢીમ ઢાળી દીધા હતાં.
આ અગાઉ ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે એલઓસીની નજીક કુપવાડા ના કેરનથી બારામુલા ના ઉરી સેક્ટરમાં અનેક થેકાણે પાકિસ્તાન તરફથી ભિષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સામે ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે.
બારામુલામાં પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ નાપાક હરકતમાં ઘાયલ થયેલા બીએસએફના જવાન રાકેશ દોભાલ શહીદ થયા છે. રાકેશ ડોભાલ ઉત્તરાખંડના ઋષિકેશના ગંગાનગરના રહેવાસી હતાં. તે બીએસએફ આર્ટી રેજિમેંટમાં હતાં અને કોન્સ્ટેબલ પદે તૈનાત હતાં. આ ગોળીમારમાં સેનાના બે જવાનો પણ શહીદ થયા હોવાના અહેવાલ છે.
જ્યારે ૩ નિર્દોષ નાગરિકોના પણ મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. અન્ય એક નાગરિકની સ્થિતિ હજી પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પાકિસ્તાની સેનાના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સરહદની નજીકના ગામડાઓના ઘરોને પણ નુકસાન પહોંચ્યુ છે, જ્યારે એક મહિલા પણ ઘાયલ થઈ છે.
પાકિસ્તાન તરફથી આજે બારામોલ્લા જીલ્લાના હાજીપીર વિસ્તારમાં ગોળીબા કરવામાં આવ્યો. આ ઉપરાંય તંગધાર સેક્ટર અને ગુરેજ સેક્ટરમાં પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ગોળીબાર, મોર્ટાર મારો કર્યો હતો. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ સરહદે અડીને આવેલા ગામના લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. ગુરેજ, તંગધારમાંથી કેટલાક લોકોને હટાવી પણ લેવાયા છે.