Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

મતદારો પોતાના મતદાનથી વંચિત ન રહે તે માટે તા.૧૯મીના રોજ સ્‍થાનિક રજા જાહેર કરવામાં આવી

મતદાન

ગ્રામ પંચાયત સામાન્‍ય ચૂંટણી-૨૦૨૧

મતદારો પોતાના મતદાન વંચિત ન રહે તે માટે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્‍તારમાં કર્મચારીઓ/કામદારો માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવાની રહેશે

આણંદ : રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્‍ય/વિભાજન/મધ્‍યસત્ર/પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતાં આણંદ જિલ્‍લામાં ૨૧૩ ગ્રામ પંચાયતોની સામાન્‍ય/વિભાજન/ મધ્‍યસત્ર/પેટાચૂંટણી તા. ૧૯/૧૨/૨૦૨૧૧ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે.

તદ્અનુસાર આણંદ જિલ્‍લાની ગ્રામ પંચાયતોના વોર્ડના વિસ્‍તારમાં સમાવિષ્‍ટ તમામ મતદારો પોતાના મતદાનથી વંચિત ન રહે તે હેતુસર આણંદ જિલ્‍લાની સરકારી, અર્ધસરકારી કચેરીઓ, સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ, કોર્પોરેશનો, ગ્રાન્‍ટ ઇન એઇડ સંસ્‍થાઓ, શાળાઓ, કોલેજો વિગેરેમાં તા. ૧૯/૧૨/૨૦૨૧ના રવિવારના રોજ વટાઉખત અધિનિયમ-૧૮૮૧ હેઠળ આણંદ જિલ્‍લામાં ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્‍તારમાં રાજય ચૂંટણી આયોગના અધિકારી અને કલેકટરશ્રી, આણંદ દ્વારા સ્‍થાનિક રજા જાહેર કરતો હુકમ જારી કરવામાં આવ્‍યો છે.

આ હુકમથી આણંદ જિલ્‍લામાં યોજનાર ગ્રામ પંચાયતોની સામાન્‍ય/વિભાજન/મધ્‍યસત્ર/ પેટા ચૂંટણી સંદર્ભે નાના/મોટા ગામોમાં કેટલીક ગ્રામીણ બેન્‍કો, રાષ્‍ટ્રીય અને ખાનગી બેન્‍કો, સહકારી બેન્‍કો અને રાજય તથા કેન્‍દ્ર સરકારની આવશ્‍યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ જેવી કે, રેલ્‍વે, ટેલીફોન, તાર અને પોસ્‍ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજય સંસ્‍થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્‍પિટલો, પોલીસ સ્‍ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્‍યક સેવાઓ આપતી અન્‍ય કચેરીઓ/સંસ્‍થાઓના કર્મચારીઓ/કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાનના દિવસે તેઓને ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્‍તારમાં વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્‍થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્‍યવસ્‍થા કરવા તેમજ આ હુકમનો જણાવેલ સંસ્‍થાઓ/કચેરીઓના અધિકારીઓને તેનો ચૂસ્‍ત અમલ કરવા પણ જણાવાયું છે.

Other News : આણંદ જિલ્લામાં હથિયારનો પરવાનો ધરાવતા હોય તેઓને તેમના હથિયાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા સુચના

Related posts

નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જિલા સ્તરીય આસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ ઉજવાયો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં પોલીસ વિભાગ અને ચાઈલ્ડ લાઈનના સહયોગથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ૪૭ બાળલગ્નો અટકાવાયા

Charotar Sandesh

નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૮ દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Charotar Sandesh