મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ થવા પામેલ છે, શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને સરકાર પાડવાનો તખ્તો રચાઈ રહ્યો છે, ત્યારે ભાજપે પોતાના ૧૦૫ ધારાસભ્યને સાચવવા ગુજરાત લાવવા કવાયત હાથ ધરાઈ છે.
ત્યારે હવે મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરતની હોટલમાં રોકાતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો, જેને લઈ હવે રાત્રીના સમયે જ મહારાષ્ટ્રના ૪૦ પૈકી ૩૩ શિવસેનાના અને ૭ અપક્ષના ધારાસભ્યોને સુરત એરપોર્ટથી આસામના ગુવાહાટીમાં શીફ્ટ કરવામાં આવ્યા છે.
હવે આગામી સમયમાં નવાજૂનીના એંધાણ સર્જાઈ રહ્યા છે
બીજી તરફ આ ઉથલપાથલ વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહકોશિયારીનો કોરોના પોઝીટીવ આવતાં તેઓને એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, રાજ્યપાલની તબિયત હાલ કેવી છે, તેઓને ગંભીર કે સામાન્ય લક્ષણ છે તે અંગે માહિતી મળી નથી, પરંતુ હવે ઉદ્ધવ સરકાર પુરેપુરી સંકટમાં આવી છે, મંત્રી એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો-સમર્થકોને લઈ આસામના ગુવાહાટીમાં છે, ત્યારે હવે આગામી સમયમાં નવાજૂનીના એંધાણ સર્જાઈ રહ્યા છે. નોંધનીય છે કે, એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યોને લઈ રાજ્યપાલને મળવા જવાના હતા.
Other News : હવે મહારાષ્ટ્ર ભાજપે પોતાના ૧૦૫ ધારાસભ્યોને સાચવવા માટે તેઓને અમદાવાદમાં લાવવા પ્રયાસો હાથ ધર્યા, જુઓ વિગત