Vadodara : વડોદરા જીલ્લા સંરક્ષણ મંડળ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ સંસ્થાના અધિક્ષકશ્રી હાર્દિકભાઈ પટેલ ધ્વારા જણાવેલ કે ૧ જૂન એટલે સામુહિક જન્મ દિન.પેહલાના સમયમાં કોઈ ટેકનોલોજી, સાક્ષરતા કે જાગૃત્તા લોકોમાં ન હતી.તેથી બાળકોના જન્મ થતો ત્યારે તેની નોધણી કરાવવાની કે જન્મ તારીખ નોધવાની તસ્દીલેતા ન હતા.
હવે જયારે બાળકને શાળામાં અભ્યાસ માટે મુકવામાં આવે ત્યારે જન્મ તારીખ નોધણી ફરજીયાત હોય મોટા ભાગના માતા પિતાના બાળકોની જન્મ તારીખ યાદ ન હોય
જન્મ તારીખ યાદ ન હોવા છતા પણ શાળાના ચોપડે તારીખની નોધણી કરાવવીજ પડે છે.ત્યારે આ સમસ્યાનો એક દેશી જુગાડ કરવામાં આવ્યો મોટા ભાગનું શૈક્ષણિક સત્ર ૧ જૂને થતું હોય જેથી મોટા ભાગના લોકોની જન્મ તારીખ ૧ જુન નોધવવામાં આવતી આ કારણો મુજબ ૧ જુન ના દિવસે સામુહિક જન્મ દિવસ. આ તમામ બાબતો ને ધ્યાનમાં રાખીને તમામ સંસ્થાઓમાં આશ્રિત અનાથ બાળકો ના જન્મ દિવસ ને પણ આજના દિવસે ઉજવવામાં આવે છે.જેના ભાગ રૂપે શહેરના મધ્યમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ (બાળ ગોકુલમ) કારેલીબાગ ખાતે સંસ્થામાં આશ્રિત અનાથ બાળકોના સમૂહ જન્મ દિવસ ઉજવણી કરવામાં આવેલ.
જેમ કુટુંબમાં આશ્રિત બાળકોની તેના માતા પિતા ધ્વારા જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે તેમ સંસ્થામાં આશ્રિત બાળકોને તેમની ઈચ્છા મુજબ બાળકોને શહેરની નામાંકિત હોટેલ તાજ વિવાન્તા અકોટા ખાતે હોટેલના કર્મચારીઓ સાથે મળીને કેક કાપીને ઉજવણી કરવામાં આવેલ તેમજ સાંજે સંસ્થામાં ડીજે તાલે પોતાના જન્મ દિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવેલ તેમજ બાળકોને સંસ્થામાં ઘર જેવું વાતાવરણ મળી રહે તે માટે સંસ્થાના કર્માંચારીશ્રીઓ ધ્વારા તમામ તેહવારો ની બાળકો સાથે મળી ને ઉજવણી કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જીલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્શન શ્રી શંકરલાલ ત્રિવેદી સાહેબ તથા સભ્યશ્રી શૈલેશભાઈ પરમાર સાહેબ તેમજ જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અમિતભાઈ વસાવા.સુરક્ષા અધિકારીશ્રી(ઇન.કેર)પારુલ બેન તેમજ સંસ્થાના માનદ મંત્રીશ્રી રિકેશ દેસાઈ સાહેબ તથા માનદ મંત્રીશ્રી ચેતન દેસાઈ સાહેબ ઉપસ્થિત રહી બાળકોને સારા ભવિષ્ય માટે આશીર્વાદ આપેલ.
Other News : આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા કાંસની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર