Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા કાંસની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર

કાંસની સફાઈ કામગીરી

કાંસની સફાઇ સમય મર્યાદામાં પૂર્ણ થાય અને પાણી ભરાવાના કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેવી કામગીરી કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરતા કલેકટરશ્રી મનોજ દક્ષિણી (anand collector manoj dakshini)

આણંદ : ચોમાસા દરમિયાન વધુ વરસાદના કારણે આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘણી વાર પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થતી હોય છે. જેના નિવારણ માટે આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી કાંસની સફાઈ કામગીરીનું કલેકટરશ્રી મનોજ દક્ષિણી (anand collector manoj dakshini) એ આજે જાત નિરીક્ષણ કર્યુ હતું.

આગામી ચોમાસા દરમિયાન કાંસની સફાઇ કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય અને આણંદ જિલ્લાની જાહેર જનતાને ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઇ જવાના કારણે કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે આજે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ દક્ષિણી (anand collector manoj dakshini) એ સંબંધિત અધિકારીઓ સાથે શહેરના અમિન ઓટો, વલ્લભ વિદ્યાનગર રેલ્વે સ્ટેશન, લોટીઆ ભાગોળ,  વ્યાયામશાળા, ભાલેજ ઓવરબ્રિજ અને  સામરખા-લાંભવેલ વિસ્તાર ખાતેથી પસાર થતા કાંસની રૂબરૂ મુલાકાત લઈ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સમગ્ર જિલ્લામાં કાંસની સફાઇ સમય મર્યાદામાં પૂર્ણ થાય અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાના કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેવી કામગીરી કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી

આ મુલાકાત દરમિયાન આણંદના પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, કાંસ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી, રેલ્વેના અધિકારીશ્રી, મામલતદાર ગ્રામ્ય અને શહેર, આણંદ અને વિદ્યાનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Other News : આણંદ-ખંભાત રેલ્વે ફાટક નં-૭ ઉપરથી પસાર થતા વાહનોની અવર જવર ઉપર આ તારિખ સુધી સંપૂર્ણ પ્રતિબંધ, જુઓ વૈકલ્પિક માર્ગ

Related posts

આંકલાવ વિધાનસભા વિસ્તારના સસ્તા અનાજની દુકાનો પર નિરીક્ષણ કરતાં ધારાસભ્ય અમિત ચાવડા…

Charotar Sandesh

ગ્રામ પંચાયતોની મતગણતરીની કામગીરી મોડી રાત સુધી ચાલી : અમુક ગામોમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું

Charotar Sandesh

આણંદ લોકસભા બેઠક માટે ૦૭ ઉમેદવારો મેદાનમાં : આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન

Charotar Sandesh