Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

નંદેસરી વિસ્તારમાં કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ : ધડાકા ૧૫ કિ.મી. સુધી અનુભવાયા : ૮ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

બ્લાસ્ટ સાથે ભીષણ આગ

વડોદરા : નંદેસરી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ દિપક નાઇટ્રેટ કંપનીમાં બપોર બાદ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામેલ. આ ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી જઈ આગને કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરેલ.

આ બ્લાસ્ટમાં આગના ધૂમાડાના ગોટેગોટા એટલા વધુ હતા કે હાઈવે ઉપરથી પણ નજર આવતા હતા

બ્લાસ્ટમાં ૮ ઇજાગ્રસ્ત લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાંથી ત્રણ લોકોને આઈસીયુમાં એડમીટ કરાયા છે. કંપની બહાર એમ્બ્યુલન્સ સહિત સયાજી હોસ્પિટલની ટીમો તૈનાત કરાઈ છે, અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

બોઇલર બ્લાસ્ટ થતાં એક પછી એક એવા ૮ જેટલા ધડાકા અનુભવાયા, જેનો અનુભવ ૧૦થી ૧૫ કિમીના વિસ્તારમાં સંભળાતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.

Other News : મુખ્યમંત્રી કેજરીવાલ ૬ જૂને ગુજરાતની મુલાકાતે : અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં રેલી યોજશે

Related posts

વડોદરા : શ્રી રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોક્ષ વાહિની, મોક્ષ ધામ (સ્મશાન) અને મોક્ષેશ્વર મહાદેવનું લોકાર્પણ કરાયું

Charotar Sandesh

ગુજરાતમાં ગર્વના સમાચાર : સિંહોની વસ્તી વધીને ૭૦૦ને પાર પહોંચી…

Charotar Sandesh

રાજ્યમાં કર્મચારી આંદોલનો વચ્ચે હવે વિરોધ પક્ષ નેતાઓ પ્રિયંકા ગાંધી, કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવશે

Charotar Sandesh