આણંદ : કોરોનાના સમયગાળા દરમિયાનથી બંધ રહેલ આણંદ-ગોધરા ટ્રેનો (anand-godhra train) તારિખ ૨૬ જુલાઈથી ફરી દોડતી થશે. નોકરીયાત મુસાફરોને અપડાઉન માટે રાહત મળશે. આ અંગે તારીખ ૨૬ જુલાઈથી ટ્રેન નંબર ૦૯૩૯૪ ગોધરા (godhra) સ્ટેશનથી આણંદ મેમુ સવારે ૦૪ઃ૩૦ કલાકે ગોધરા (godhra) સ્ટેશનથી ઉપડીને ૦૬ઃ૪૦ કલાકે આણંદ સ્ટેશને પહોંચશે. ત્યારબાદ પરતમાં ટ્રેન નંબર ૦૯૩૯૩ આણંદ જં. – ગોધરા (godhra) જં. મેમુ સવારે ૧૦ઃ૦૦ કલાકે આણંદ જંકશનથી ઉપડી સમય ૧૨ઃ૧૦ કલાકે ગોધરા સ્ટેશને પહોંચશે.
નોકરીયાત મુસાફરોને અપડાઉન માટે રાહત મળશે
આ જ રીતે તારીખ ૨૬ જુલાઈથી ટ્રેન નંબર ૦૯૩૫૦ બપોરે ૦૧ઃ૫૦ કલાકે ગોધરા (godhra) થી ઉપડીને સમય ૦૩ઃ૩૫ કલાકે આણંદ પહોંચશે, પરતમાં ટ્રેન નંબર ૦૯૩૯૫ આણંદ – ગોધરા ટ્રેન (anand-godhra train) મેમુ સાંજે ૦૭ઃ૨૦ કલાકે આણંદ થી ઉપડીને રાત્રે ૦૯ઃ૩૦ કલાકે ગોધરા સ્ટેશને પ્રસ્થાન કરશે.
આ મેમુ ટ્રેન (memu train) નંબર ૦૯૩૯૩ તેમજ ૦૯૩૯૫ અને ૦૯૩૫૦ પોતાના રુટમાં બંને દિશાઓમાં ટુવા, વાવડી ખુર્દ, ટીમ્બા રોડ, સેવાલિયા, ઠાસરા, અંગાડી, ડાકોર, ઉમરેઠ, ઓડ, ભાલેજ, સદનાપુરા સ્ટેશન ઉપર રોકાશે. ટ્રેન નંબર ૦૯૩૯૪ ગોધરા-આણંદ મેમુ વાવડી ખુર્દ, ટુવા, ટીંબા રોડ, ઓડ, ભાલેજ, સદનાપુરા સ્ટેશનો પર રોકાશે નહીં.
Other News : આણંદ જિલ્લામાં કોરોનાના વધુ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા, સંક્રમિત વિસ્તારોને કોરેન્ટાઈન એરિયા જાહેર કરાયા