Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા, સંક્રમિત વિસ્તારોને કોરેન્ટાઈન એરિયા જાહેર કરાયા

ભારતમાં કોરોના (corona)

આણંદ : શહેર જિલ્લામાં કોરોના (corona)ના કેસો દિવસે દિવસે વધી રહ્યાં છે, ત્યારે આણંદ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮ કેસ નોંધાયાં હતાં, જેના પગલે જિલ્લાનો કોરોના કેસો વધુ ૮૭ પર પહોંચી ગયો છે. બીજી તરફ આજે જિલ્લામાં રસીકરણ ૧૫૧૮ થયેલ છે.

ગુજરાત રાજ્યમાં ગત ૨૪ કલાકમાં કોરોના કેસમાં ફરી કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના ૯૩૭ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી ૭૪૫ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના (corona) થી આજે એક દર્દીઓનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને ૯૮.૬૮ ટકા થઈ ગયો છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ ૫૪૭૦ એક્ટિવ કેસ છે. જેમાંથી ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે ૫૪૫૯ દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ ૧૨,૩૧,૨૧૫ દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે

દેશમાં ગત ૨૪ કલાકમાં કોવિડના ૨૦,૨૭૯ નવા કેસ સામે આવેલ છે. આ હિસાબથી કોરોનાના નવા કેસની સંખ્યા વધી ગઇ છે. જોકે આ આંકડા સતત વધઘટ થઇ રહ્યા છે. તો બીજી તરફ કોરોનાથી લોકોના મોતના સમાચારની વાત કરીએ તો ગત ૨૪ કલાકમાં ૩૬ લોકોના મોત થયા છે. આ આંકડો બે દિવસ પહેલાં ૬૦ પહોંચી ગયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા અનુસાર અત્યારે ભારતમાં કોરોના (corona) ના કુલ કેસ ૪,૩૮,૮૮,૪૫૫ છે અને ૪,૩૨,૧૦,૫૨૨ દર્દી રિકવર થયા છે. સક્રિય કેસ ૧,૫૨,૨૦૦ છે.

Other News : આણંદ : રોંગ સાઈડમાં પુરપાટઝડપે ધૂમ સ્ટાઈલમાં જતો એક્ટિવાચાલક કાર સાથે ધડાકાભેર અથડાયો : મોત નિપજ્યું

Related posts

લમ્પીના કાળા કેર વચ્ચે વેટરનરી તબીબોની હડતાળ : મંત્રી પુરૂષોત્તમ રૂપાલાને યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત

Charotar Sandesh

આણંદ શહેર સહિત સારસા-ખંભાતમાં વધુ ચાર કેસો પોઝીટીવ નોંધાયા : સાવચેત રહેવા અપીલ…

Charotar Sandesh

કચ્છ વાગડ સાત ચોવીસી પ્રીમિયર લીગ-૭નું આયોજન એલિકોન ક્રિકેટ સ્ટેડિયમમાં કરાયું

Charotar Sandesh