આણંદ, બોરસદ, મહેળાવ, પેટલાદ, ખંભાત પોલીસ સ્ટેશનમાં નોંધાતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
આણંદ : જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ ચોર (mobile chor) ટોળકી સક્રિય થઈ છે, જેમાં જિલ્લાના અલગ અલગ સ્થળે ૮ મોબાઇલ ચોરીના ગુના આણંદ, બોરસદ, મહેળાવ, પેટલાદ, ખંભાત પોલીસ સ્ટેશનમાં નોંધાતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદ શહેરમાં શાકભાજીના માર્કેટમાં ૧૩મી ફેબ્રુઆરીના રોજ ધરતીબહેન પટેલ શાકભાજી ખરીદવા આવેલ, આ દરમ્યાન કોઇ તસ્કર તેમના પેન્ટના ખિસ્સામાંથી આઈફોન કિંમત રૂ. દોઢ લાખની ચોરી કરી લઇ ગયેલ, આ અંગે બોરસદ પોલીસે ગુનો નોંધાયો છે, આ સાથે બોરસદના કંતાનનગરમાં રહેતા મુસ્તકીન પઠાણનો મોબાઈલ કિંમત ૨૯,૯૯૯ ચોરાતાં બોરસદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, ખંભાતના ડાક કર્મચારી તરીકે ફરજ બજાવતા નરેન્દ્રકુમાર રાણાના શર્ટના ખિસ્સામાંથી કોઈ શખ્સ મોબાઈલ ચોરી ગયેલ આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો નોંધ્યો છે.
બીજી તરફ ભાલેજના કાસોર ગામમાં રહેતા અંકિતકુમાર પરમારનો કિ.રૂ. ૧૫૦૦૦નો મોબાઈલ ફોન કોઈ ગઠિયો તેઓના ખિસ્સામાંથી ચોરી કરી ફરાર થતાં મહેળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. બીજા બનાવમાં વિદ્યાનગરથી સંજાયા જઈ રહેલ હર્ષદભાઈ ચૌહાણ રસ્તામાં પાડગોલ ચોકડી પર બાઈક થોંભાવી ઉભા રહેલ તે દરમ્યાન કોઈ શખ્સ મોબાઈલ ચોરી ગયેલ આ અંગે મહેળાવ પોલીસે ગુનો નોંધેલ છે. આ સાથે પેટલાદ પોલીસ મથકમાં અન્ય ત્રણ ગુનાઓ મોબાઈલ ચોરીના નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Other News : આણંદ રેલવે સ્ટેશનનું ૩ વિંગ મોડેલ : રેલવે સ્ટેશનની આ છે ખાસિયત, જુઓ