Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં બરફના તોફાનમાં અત્યાર સુધી ૬૦થી વધુના મોત : ડ્રાઈવિંગ પર પ્રતિબંધ લાગુ

અમેરિકામાં બરફ

કાતિલ ઠંડીથી વાહનોમાંથી અનેક થીજી ગયેલ મૃતદેહો મળ્યા : અસહ્ય ઠંડીથી લગભગ ૫.૫ કરોડ લોકો પ્રભાવિત થયા

ટેનેસી : અમેરિકામાં બરફવર્ષાને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને લગભગ ૫.૫ કરોડ લોકોને અસર થઈ રહી છે આ સાથે કાતિલ બરફવર્ષામાં ૬૦થી વધુના મોત નિપજ્યા હોવાનું સામે આવેલ છે. અમેરિકામાં ૩૮૦૦ થી વધુ ફ્લાઈટ્‌સ રદ્દ કરાઈ છ અને તમામ પ્રકારની પરિવહન સુવિધાઓને તકલીફ પડી છે.

અમેરિકાના ટેનેસીમાં ચારે બાજુ જામી ગયેલ બરફની ચાદરના વિડીયો-તસ્વીરો સોશિયલ મિડીયામાં સામે આવી છે, વોટરફોલને લઈ ટેલિકો પ્લેન્સમાં બાલ્ડ રિવર ફોલ્સ બરફથી ઢંકાયેલો તસ્વીરોમાં નજરે પડી રહ્યો છે.

બરફવર્ષાના તોફાનમાં પાવર સિસ્ટમ ખોરવાઈ છે અને બહાર નિકળવાની ડ્રાઈવિંગ કરવાની સખ્ત મનાઈ કરાઈ છે. આ તબાહિમાં કાર અને ઘણા ઘરોમાંથી થીજી ગયેલ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. અમેરિકાના ઘણા શહેરોમાં હિમવર્ષા થઈ રહી છે.

Other News : પીએમ મોદીના માતૃશ્રી હિરાબાની તબિયત બગડતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

Related posts

અમેરિકામાં ૨૪ કલાકમાં ૧.૮૧ લાખ કેસ અને ૨ હજારથી વધુ મોત…

Charotar Sandesh

ન્યૂયોર્કમાં લાશોના ઢગલા : રાજ્યની બહાર અંતિમવિધિ કરવાની યોજના…

Charotar Sandesh

અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા ૨.૩ લાખ ભારતીયો કતારમાં…

Charotar Sandesh