બદનામીના ડરથી યુવતીના પરિવારે પોલિસ ફરિયાદ કરવાનું ટાળ્યું અને યુવતિનો જીવ ગયો
સુરત : શહેરના કામરેજમાં જાહેરમાં હત્યાનો બનાવ બનતાં તથા ઘટનાનો વીડિયો ફરતો થતાં માત્ર સુરત જ નહિ આખા રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. સુરતના કામરેજના પાસોદરા ખાતે એક તરફી પ્રેમનાં પાગલ ૨૦ વર્ષીય યુવકે ૨૧ વર્ષીય યુવતીનું ગળું કાપી જાહેરમાં રહેંસી નાખી હતી. યુવકે ગ્રીષ્માની માતા અને ભાઈની આંખ સામે જ તેનું ગળું કાપી નાખ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ એકતરફી પ્રેમ પ્રકરણમાં થોડા દિવસ અગાઉ યુવતીના મોટાબાપા દ્વારા યુવકને ઠપકો પણ અપાયો હતો જો કે યુવક લાજવાને બદલે ગાજ્યો હતો અને યુવતીના ઘર બહાર પહોંચી જઈને હોબાળો કર્યો હતો.
એકતરફી પ્રેમ પ્રકરણમાં અગાઉ ૭ વાર આરોપી-યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું. ફેનિલ સાતેક વાર પરિવારે સમજાવવાની કોશિશ કરી હોવાનું કહેતાં ગ્રીષ્માના પરિવારના સભ્યએ ઉમેર્યું કે પરિવારની બદનામી ન થાય એ માટે અંદરખાને પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. પોલીસની મદદ લઈએ અને પરિવારનું નામ ખરાબ થાય એથી બચવા માટે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે પરિવારને બદનામીના ડરથી તેને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે.
મૃતક ગ્રીષ્માના પરિવારના સભ્યો આરોપીને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે
એકતરફી પ્રેમ પ્રકરણમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી હતી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયાધારણા આપી છે.
Other News : OJAS વેબસાઈટમાં ખામી સર્જાતા તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરાયો : જાણો વિગત