અમદાવાદ : કોરોના અંકુશમાં રહેતા હવે રાજ્યમાંં ધીરે ધીરે એક પછી એક છુટછાટ આપવામાં આવી રહી છે ત્યારે આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મોટી જાહેરાત કરી છે, જેમાં બાળમંદિર, પ્રી સ્કૂલ અને આંગણ વાડીઓ ૧૭મી ફેબ્રુઆરી ગુરુવારથી કોરોનાની ગાઈડલાઈન મુજબ શરૂ થશે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ ઉમેર્યું હતું કે, વાલીઓની સંમતિ સાથે રાજ્યભરમાં બાળ મંદિર, પ્રિ-સ્કૂલ શરૂ થશે
રાજ્યમાં હાલ પ્રાથમિક, માધ્યમિક સ્કૂલો અને કોલેજો ચાલું છે. સ્કૂલો અને કોલેજોમાં ગાઇડલાઇનનું પાલન થઈ રહ્યું છે.
Other News : સુરતમાં થયેલ હત્યા પ્રકરણ : આરોપી અને યુવતિના પિતા વચ્ચે અગાઉ ૭ વખત સમાધાન થયું હતું