ફાઈનલ મેચ આજે ચકલાસી રૂરલ અને નડિયાદ ટાઉન વચ્ચે રમાઈ હતી
નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૨નું ઉદ્ઘાટન શનિવારે નડિયાદ તાલુકાના ઉતરસંડા નજીક આવેલ ગ્રાઉન્ડમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બી આર બાજબાઇએ કર્યું હતું. જે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ આજે ચકલાસી રૂરલ અને નડિયાદ ટાઉન વચ્ચે રમાઈ હતી. જેમાં નડિયાદ ટાઉને ફાઈનલ ટ્રોફી જીતી લીધી છે.
આ ટુર્નામેન્ટમાં ટ્રોફી વિતરણ કાર્યક્રમમાં વિજેતા ટ્રોફી તેમજ મેન ઓફ ધ મેચ, રનર્સ અપ, બોલર સહિત્ની ટ્રોફી ઉપસ્થિત્ મહેમાનોના હસ્તે વિતરણ કરાઈ હતી.
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ જવાનોમાં પણ રમત-ગમતના કૌશલ્ય ખીલે તેમજ ફિટનેસ વધે તેમાં ઉમદા હેતુસર હાલમાં ખેડા જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આયોજન કરવામાં આવ્યું હતું. ૨૩ પોલીસ સ્ટેશનની ટીમો આ ખેડા જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
Other News : ચીનથી ભાવનગર શહેરમાં પરત ફરેલ પિતા-પુત્રી બાદ હવે માતા પણ કોરોના પોઝિટીવ, તંત્ર દોડતું થયું