ખેડા ડીવીઝન પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન
પોસ્ટ વિભાગ દ્વારા તારીખ ૦૯ ઓકટોબર થી ૧૩ ઓક્ટોબર સુધી નેશનલ પોસ્ટલ વીક ઉજવાઈ રહ્યું છે. પોસ્ટ ઓફિસની સેવાઓથી
માહિતગાર થાય અને આ સેવાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે હેતુથી ખેડા ડીવીઝન દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૦ ઓકટોબરના રોજ “વિત્તિય સશક્તિકરણ દિવસ” ની ઉજવણી ના ભાગરૂપે લોકોમાં પોસ્ટ ઓફીસને લગતી વિવિધ યોજનાઓ વિષે
જાગૃતતા આવે તે માટે POSB કેમ્પનું આયોજન કરવામાં આવશે.
તા. ૧૧ ઓક્ટોબર ના રોજ “ફીલાટેલી દિવસે” લોકોમાં ફીલાટેલી વિષે જ્ઞાન વધે અને તેમાં રસ કેળવાઈ તે હેતુ થી નડિયાદ ખાતે મધરકેર,
શાળામાં ફીલાટેલી ક્વીઝ સ્પર્ધા નું આયોજન કરેલ છે. જેમાં ૫૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે.
તા. ૧૨ ઓક્ટોબર “ મેઈલ્સ અને પાર્સલ દિવસ” નિમિત્તે પોસ્ટની વિવિધ મેઈલ્સ સેવાઓ જેવી કે સ્પીડ પોસ્ટ, બિઝનેશ પોસ્ટ, રજીસ્ટર
પોસ્ટ, બી.એન.પી.એલ સેવાઓ તેમજ પાર્સલની સેવાઓથી વધુમાં વધુ ગ્રાહકો પરિચિત થાય અને આ સેવાઓનો લાભ લઇ શકે તે માટે પ્રવર્તમાન
ગ્રાહકો અને સંભવિત ગ્રાહકો સાથે મીટીંગ યોજાશે.
તા. ૧૩ ઓક્ટોબર – અંત્યોદય દિવસ” ની ઉજવણીના ભાગરૂપે ખેડા ડીવીઝન માં વિવિધ સ્થળોએ આધાર કેમ્પ તેમજ જન સુરક્ષા યોજના
હેઠળ આવતી સેવાઓના કેમ્પનું આયોજન કરેલ છે.
આજના યુગમાં ટપાલ વિભાગની કામગીરી પ્રભાવશાળી છે. ટપાલ વિભાગ પણ નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને વિવિધ ઓનલાઈન
સેવાઓ લોકોને ઘરે બેઠા ઉપલબ્ધ કરાવતું રહ્યું છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) દ્વારા લોકો પોતાના નાણા ઘરે બેઠા મેળવી શકે છે. આમ પોસ્ટ
વિભાગ પણ આ ટેકનોલોજીના યુગમાં પોતાની સેવાઓ ગામડાના છેવાડાના લોકો સુધી પહોચાડતું રહ્યું છે.