Charotar Sandesh
વર્લ્ડ

અમેરીકાના ન્યુજર્સી સ્ટેટના ગાર્ફીલ્ડ શહેર સ્થિત શિવશિકત સેન્ટરમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી

અમેરીકાના ન્યુજર્સી સ્ટેટ

USA : અમેરિકાના ન્યુજર્સી સ્ટેટના ગારફીલ્ડ શહેરમાં આવેલ શિવશક્તિ સેન્ટરના બેલા ભુખણ હોલમાં નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે નવરાત્રીના નવ દિવસ સુધી રાસ-ગરબાનું આયોજન સંસ્થાના પુજારી દિનેશ જાની અને જીજ્ઞાબેન જાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. હાલ કોવિડ-૧૯ ના નિયમોના પાલન સાથે પરંપરાગત ઢબે નવરાત્રીના ગરબાનું સૌ ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું.

આઠમ નિમિત્તે મા અંબાના હવનનું આયોજન કરવામાં આવ્યું

આઠમના દિવસે જીજ્ઞાબેન જાનીના માર્ગદર્શન હેઠળ ભાવિક ભક્તોએ સત્યનારાયણની કથાનો લાભ લીધોઅને સંસ્થા દ્વારા દુર્ગાષ્ટમીના હવનનું આયોજન કરવામાં આવ્યું. નવરાત્રીના નવ દિવસ દરમિયાન ડીજે માસ્ટર હેતલ ઠક્કરનાઓ દ્વારા સંગીત પીરસાયું. નવ દિવસ દરમ્યાન ભક્તો દ્વારા જુદા જુદા શણગાર સ્પોન્સર કરવામાં આવ્યા. સમગ્ર નવરાત્રી દરમ્યાન શિવશક્તિ સેન્ટરના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી. આ સાથે નવરાત્રિના નવમા દિવસે માતાજીને શ્રદ્ધાપૂર્વક વિદાય આપવામાં આવશે.

  • Nilesh Patel

Other News : ભારતીય મૂળની શ્રી સૈનીએ યુએસનું ટાઈટલ જીત્યું

Related posts

અમેરિકાની રાજધાની વોશિંગટન ડી.સી.માં ભારતનો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો…

Charotar Sandesh

યુક્રેનમાં અભ્યાસ કરતા ૨૦ હજાર ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં, વાલીઓ ચિંતામાં

Charotar Sandesh

આ વર્ષે કોરોના મહામારી સમાપ્ત નહીં થાય, આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૃ : WHO

Charotar Sandesh