આ બેલ મુજે માર જેવો ઉમરેઠ નગરપાલિકાનો ઘાટ
ભાજપના કાઉન્સિલરોના ઇશારે વૃક્ષ કાપવાની કામગીરી કરાતાં કોંગ્રેસે અટકાવી
આણંદ : કોંગ્રેસના કાઉન્સિલરોનો આક્ષેપ છે કે, કોઇપણ ઠરાવ કે પરવાનગી વગર વર્ષો જૂનો વડ કાપવામાં આવી રહ્યો છે. ઉમરેઠ નગરપાલિકા રોજ રોજ નવા વિવાદો સર્જી રહી છે, હજુ ગઇકાલે પાલિકાની બોર્ડ મિટિંગમાં ૨૫ જેટલા બાવળ ભાજપના કાઉન્સિલરના ઇશારે કાપી નાખવાનો મામલો ઉછળ્યો હતો, તે વખતે ભાજપના કાઉન્સિલરની હાલત ”ચોરની માં કોઠીમાં મો સંતાડે” જેવી હાલત થઈ હતી.
તો આજે બરાબર બીજા દિવસે કોઈ પણ પ્રકારની સરકારી પરમીશન વગર અત્રેના લાલ દરવાજાએ ઉગેલા વર્ષો જૂના ધાર્મિક આસ્થા ધરાવતા વડને કાપી નાખી ફરી એજ ભૂલ ! કરી નગરપાલિકાના સ્થાનિક ભાજપ સતાધીશોએ સામે ચાલીને વિપક્ષને વધુ એક મોકો આપ્યો છે, સ્થાનિક પ્રજાજનોના આક્રોશ સામે આખરે પાલિકા ”નાયક” રાજન સોનીએ આવી કામ બંધ કરાવ્યુ અને વડ કાપવામાં ઉપયોગમાં લેવાએલ કટીંગ મશીન, દોરડુ, લાકડા અને ઇલેક્ટ્રિકવાયર નગરપાલિકા દ્વારા જપ્ત કરાયા હતા.
એટલે એક વાત સીધી સાબિત થઈ રહી છે કે વડ ગેરકાયદેસર જ ક્પાતો હતો, અને એ પણ પાલિકા ના જેતે જ્વાબદારો ની સમતીથી કેમકે આ વડ કાપવા નગરપાલિકાના લાઇટ વિભાગના માણસો દ્વારા વીજ કનેક્શન આપવામાં આવેલ હતુ. તથા વડ પાડવા માટે દોરડું પણ રાજકીય ઈશારે પાલિકાના ફાયર ખાતામાંથી આપવામાં આવેલ હતું.
૨૬મી જાન્યુયારીએ ઉમરેઠ નગર પાલિકાએ ધ્વજવંદન ન કરવુ તેમજ આ અંગેનો સરર્ક્યુલર ન ફેરવવો જેવી મનમાની પછી, આજની ઘટનાથી સાબિત થઈ રહ્યું છે કે ભારતના કાયદાને પણ ઉમરેઠ નગરપાલિકાના જવાબદારો ગણકારતા નથી.
Other News : ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની માંગ