Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ કઠોળના જથ્‍થાના મોનીટરીગ અંગેની જિલ્‍લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઇ

જિલ્‍લા કલેકટર
દાળ-કઠોળનો નિયત મર્યાદા કરતા વધુ જથ્‍થાનો સંગ્રહ ન કરવા જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીની સંબંધિતોને સૂચના
બજારમાં કૃત્રિમ અછત ઉભી કરી કાળાબજારી તેમજ સંગ્રહખોરી કરવામાં ન આવે તેની સંબંધિતોને સૂચના આપતા જિલ્‍લા કલેકટરશ્રી

આણંદ : તાજેતરમાં ભારત સરકારના તા. ર/૭/૨૧ના જાહેરનામા દ્વારા તમામ કઠોળ પર (મગ સિવાય) સ્‍ટોક મર્યાદા તા. ૩૧/૧૦/૨૧ સુધી લાગુ કરવામાં આવેલ છે. જેની સમજ આપવા તથા કઠોળના ભાવોના વધારાના ધ્‍યાનમાં લઇ કઠોળના સંગ્રહકર્તાઓ સાથે જિલ્‍લા કલેકટર કચેરી ખાતે જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીના અધ્‍યક્ષસ્‍થાને કઠોળના જથ્‍થાના મોનીટરીંગ અંગેની બેઠક મળી હતી.

બેઠકમાં ઉપસ્‍થિત આણંદ જિલ્‍લાના દાળા-કઠોળના સંગ્રહકર્તા (આયાતકારો, મીલરો, જથ્‍થાબંધ અને છૂટક વેપારીઓને ભારત સરકારના જાહેરનામા અંતર્ગત જથ્‍થાબંધ વેપરીઓ ૨૦૦ મેટ્રીક ટન, છૂટક વેપારીઓ પાંચ (પ) મેટ્રીક ટન, મીલરો તેમના છેલ્‍લા ત્રણ માસના ઉત્‍પાદન અથવા વાર્ષિક ઉત્‍પાદન ક્ષમતાના ૨૫ ટકા તે બે પૈકી જે વધુ હોય તે તથા આયાતકારો માટે (૧) તા. ૧૫/૫/૨૦૨૧ પહેલા સંગ્રહ કરેલ/આયાત કરેલ જથ્‍થા માટે જથ્‍થાબંધ વેપારી સમાન જથ્‍થો અને (ર) તા. ૧૫/૫/૨૧ પછી આયાત કરેલ જથ્‍થા માટે કસ્‍ટમ કલીયરન્‍સના ૪૫ દિવસ બાદ જથ્‍થાબંધ વેપારી સમાન જથ્‍થાથી વધુ જથ્‍થો સંગ્રહ નહી કરી શકે તે બાબતથી તમામ વેપારીઓને માહિતગાર કરવામાં આવ્‍યા હતા.

બેઠકમાં જો કોઇ સંગ્રહકર્તા દ્વારા ઉપરોકત સ્‍ટોક મર્યાદા કરતા વધુ જથ્‍થો સંગ્રહ કરવામાં આવ્‍યો હોય તો તેવા કિસ્‍સામાં જાહેરનામું અમલમાં આવ્‍યા તારીખથી દિન-૩૦માં ઉકત સ્‍ટોક મર્યાદાનો અમલ કરવા જણાવાયું હતું.

ભારત સરકાર દ્વારા કઠોળના વિવિધ સંગ્રહકર્તાઓ કઠોળના સંગ્રહકર્તાઓએ કઠોળના જથ્‍થાની વિગતો નિયમિત ધોરણે મોનીટરીંગ થઇ શકે તે હેતુથી ઓનલાઇન પોર્ટલ (URL : https://fcainfoweb.nic.in/psp) બનાવવામાં આવેલ છે તેના પર કઠોળના વિવિધ સંગ્રહકર્તાઓએ જાતે રજિસ્‍ટ્રેશન કરી તેમની પાસે રહેલ કઠોળના જથ્‍થાની વિગતો નિયમિત ધોરણે પોર્ટલ પર અપડેટ કરવા જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ જણાવ્‍યું હતું.

કલેકટર શ્રી દક્ષિણીએ વધુમાં જાહેરનામું બહાર પડયાના ૩૦ દિવસ બાદ જો કોઇ હોલસેલર, રીટેલર, મિલર, આયાતકાર દ્વારા ઓનલાઇન વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ સ્‍ટોક લીમીટ કરતા વધારે દાળ, કઠોળનો જથ્‍થો જોવા મળશે તો તેના પર પુરવઠા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

આ બેઠકમાં જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી લલિત પટેલ સહિત જિલ્‍લાના દાળ-કઠોળના આયાતકારો, મીલરો, જથ્‍થાબંધ અને છૂટક વેપારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Other News : આણંદ ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા સેવા ધારીઓનો સન્માન સમારંભ યોજાયો

Related posts

આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીની વિવિધ શાખાના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ સંપન્ન

Charotar Sandesh

આણંદ : બહુચર્ચિત ૫૦ લાખના લાંચ પ્રકરણના આરોપી સામે એક વધુ ગુનો…

Charotar Sandesh

બ્રેકિંગ : વિધાનસભાની ચુંટણીઓ પહેલા ૨૩ આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ, જુઓ વિગત

Charotar Sandesh