આણંદ : આજના સમયમાં યુવાનો સોશિયલ મિડીયાનો વધુ ઉપયોગ કરતાં જોવા મળતા હોય છે, ત્યારે ધાર્મિક લાગણી બાબતે વિવાદ સર્જાતો હોય છે. આ મામલે યુવકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે.
ઓડિયોમાં યુવકને સ્ટેટ્સ રાખવા બાબતે ધમકી આપવામાં આવી હતી
આણંદના પેટલાદમાં રહેતા યુવકે ભગવાન શ્રીકૃષ્ણનું સોશિયલ મિડીયા સ્ટેટસ વોટ્સએપમાં મૂક્યું હતું. જેને લઈ ઉશ્કેરાયેલા વિધર્મી યુવાને હિન્દૂ યુવકને મારી નાખવાની ધમકી આપતા હડકંપ મચી છે. સ્થાનિક પોલીસે આ તબક્કે સક્રિય થઈ આ ઘટનાની સત્યતાની અને વિવાદની ગંભીરતા પૂર્વક ચકાસણી કરી રહી છે. આ મામલે બન્ને યુવકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે.
Other News : ધંધુકામાં યુવકની હત્યાના વિરોધમાં તારાપુરમાં બંધનું એલાન : પોલિસનો સંપૂર્ણ બંદોબસ્ત