Charotar Sandesh
ઈન્ડિયા

૨૭ એપ્રિલે વડાપ્રધાન મોદી આ બાબતે લઈ શકે છે મોટો નિર્ણય, જુઓ વિગત

પીએમ નરેન્દ્ર મોદી

ભારતમાં ફરી કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર એકશનમાં

નવીદિલ્હી : દેશમાં છેલ્લા દોઢ મહિના જેટલા સમયથી કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં છે, ત્યારે હાલ દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

જેમાં મુખ્યત્વે દિલ્હી અને મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં કોરોના કેસો વધતાં ચિંતામાં થયો અને આ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી પણ રહ્યાં છે.

આ બાબતે IIT મદ્રાસમાં કોરોના વાયરસના ૫૫ કેસ સામે આવ્યા છે, જેને પગલે તમિલનાડુનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે, વધતા કોરોનાના કેસોને લીધે હાલની સ્થિતિની સમિક્ષા કરવી આવશ્યક છે. જેને પગલે હવે કેન્દ્રીય સ્તરે ધમધમાટ શરુ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ પોતે હવે આ અંગે મોનિટરિંગ શરૂ કરી દીધું છે. એટલું જ નહીં તેમણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ કામે લગાવ્યાં છે.

PM મોદીએ ૨૭ એપ્રિલના બપોરના ૧૨ વાગ્યે તમામ મુખ્યમંત્રીઓ સાથે એક મોટી બેઠક યોજશે, વડાપ્રધાન મોદી વધતા કેસોના રાજ્યોના સીએમઓે સાથે કોરોના સ્થિતિ અંગે ચર્ચા કરશે અને રાજ્યોને જરુરી પગલાં ભરવાનો આદેશ આપવામાં આવશે. પીએમ મોદી સાથેની આ બેઠકમાં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે.

કેન્દ્રની ટીમમાંથી ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના પીએમઓના અધિકારીઓ હાજર રહેશે અને દેશની કોરોનાની સ્થિતિની સમિક્ષા કરાશે.

પીએમ નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓને કોરોના સંબંધિત કેટલાક આદેશ આપશે

આ બેઠકમાં વડાપ્રધાન મોદી મુખ્યમંત્રીઓનો બૂસ્ટર ડોઝ મફતમાં આપવાનો આગ્રહ કરી શકે છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ સહિતના કેટલાક રાજ્યો દિનપ્રતિદિન સરકારનું ટેન્શન વધારી રહ્યાં છે. અહીંના કોરોનાના કેસમાં દૈનિક વધારો આવી રહ્યો છે. ફરી એકવાર કોરોના વાયરસે ચિંતામાં વધારો કર્યો છે. થોડા સમય પહેલાં સ્થિતિ લગભગ એકદમ સામાન્ય થઈ ગઈ હતી.

જોકે, ઓચિંતા કોરોનાના નવા કેસ સામે આવતા ફરી ફફડાટ ઉભો થયો છે. નવા કેસ સામે આવતાની સાથે જ સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. એજ કારણ છેકે, હાલ કેન્દ્રમાં બેઠકોનો દૌર શરૂ થયો છે.

Other News : કોંગ્રેેસ નેતા હાર્દિક પટેલે પોતાના વોટ્‌સએપ ડીપીમાં આ ફોટો મુકતા હવે ભાજપમાં જોડાય તેવી અટકળો શરૂ

Related posts

દેશભરમાં દૈનિક ભાસ્કર ગ્રુપના બે ડઝન ઠેકાણાઓ પર આઇટીના દરોડા

Charotar Sandesh

નરાધમ પવનની ક્યૂરેટિવ પિટિશન મુદ્દે ૨ માર્ચે સુપ્રિમમાં સુનાવણી…

Charotar Sandesh

મારા સ્વાગતમાં એક કરોડ લોકો હશે તો જ મોદીજી મજા આવશે : ટ્રમ્પની ચાહત…

Charotar Sandesh