Charotar Sandesh
ગુજરાત

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત કરી : ૭ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત, જાણો

પદ્મ એવોર્ડ

હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતને પણ મરણોપરાંત્ત પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે

ન્યુ દિલ્હી : પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કુલ ૪ વ્યક્તિને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. તો કુલ ૧૭ લોકોને પદ્મ ભૂષણ અને ૧૦૭ લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર પ્રભા અત્રેનનું પદ્મ વિભૂષણથી સન્માન કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે ૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ૧૨૮ પદ્મ એવોડ્‌ર્સની જાહેરાત કરી છે. જેમાં વર્ષ ૨૦૨૨ માટે પદ્મ પુરસ્કારની જાહેરાતમાં ૭ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ, સુરતના સવજી ધોળકિયાને પદ્મ શ્રી, ડૉ.લતા દેસાઈ, માલજી દેસાઈને પદ્મ શ્રી, રમીલાબેન ગામીતને પદ્મ શ્રી, ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મ શ્રી, ગુરુપ્રસાદ મહાપાત્રાને મરણોપરાંત પદ્મ શ્રી સન્માન આપવામાં આવશે.

• ગુજરાતના આ મહાનુભવોને પદ્મશ્રી
સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્ય) (પદ્મશ્રી)
સ્વામી સચ્ચિદાનંદ (પદ્મ ભૂષણ)
રમિલાબહેન ગામિત (સામાજિક કાર્ય) (પદ્મશ્રી)
ડૉ. લતા દેસાઈ (મેડિસિન) (પદ્મશ્રી)
માલજીભાઈ દેસાઈ (પબ્લિક અફેયર્સ) (પદ્મશ્રી)
ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ) (મરણોપરાંત પદ્મશ્રી)
ગુરુપ્રસાદ મહાપાત્રા (પદ્મશ્રી)

Other News : ચરોતરમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું : સ્વામિશ્રી સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાશે

Related posts

સતત બીજા દિવસે શામળાજી-ઉદયપુર નેશનલ હાઇવે બંધ, હોટલો પર હજારો ટ્રકોનો ખડકલો

Charotar Sandesh

કોરોના અને ઓમિક્રોનના ભય વચ્ચે અમદાવાદમાં પતંગોત્સવની રિવરફ્રન્ટ પર તડામાર તૈયારીઓ !

Charotar Sandesh

’તૌકતે’ સામે ગુજરાત અલર્ટ : વાવાઝોડા બાદ ભારે વરસાદની આગાહી : NDRFની ટીમ સ્ટેન્ડ બાય…

Charotar Sandesh