Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

૩૧ ઓક્ટોબરના સરદાર પટેલ જયંતિ નિમિત્તે ઉમરેઠ ખાતેથી ૫૦ કારની રેલી અમદાવાદ જવા નીકળી

સરદાર પટેલ જયંતિ

સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલન : ઉમરેઠ ખાતેથી રેલીનું પ્રસ્થાન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આધ્યાત્મિક ચેતના સે રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત, સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલન નિમિત્તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ૧૦,૦૦૦ કાર અને બાઈક રેલી નિમિત્તે, ઉમરેઠ ખાતેથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના હોદ્દેદારો દ્વારા ૫૦ કાર ની રેલી સાથે સવારે ૯ઃ૧૫ કલાકે Umreth, થામણા ચોકડી, ખાતેથી વિશ્વ ઉમિયા ધામ ઉમરેઠ તાલુકા ચેરમેન ગંગદાસભાઈ પટેલ, કેન્દ્રીય સંગઠનના ભવાનજી પટેલ, ઉમરેઠ કચ્છ કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ તથા વિશ્વ ઉમિયા ધામ Umreth તાલુકા કો ચેરમેન ગંગારામભાઈ પટેલ, કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રમુખ જેઠાભાઈ પટેલ, દ્વારા રેલીને લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ રેલી અમદાવાદ ખાતે સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલન, સ્થળઃ- દેવનગર, ગોતા બ્રિજના છેડે, SG હાઇવે, અમદાવાદ, પહોંચશે

સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલન નું વર્ચ્યુઅલ ઉદઘાટન કેન્દ્રીય માનનીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ કરશે, સરદાર પટેલ ગૌરવ ગાથા નું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે. સમારોહના રાષ્ટ્રીય મહેમાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ,કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રહેશે .આ સમારોહમાં ભારતના વિશિષ્ટ રાજવી મહેમાનશ્રીઓનું સન્માન કરવામાં આવશે.

Other News : રાજ્યના મુખ્યમંત્રીનો નવતર અભિગમ : જિલ્લા સ્વાગતની રજુઆતો હવે ઓનલાઈન સ્વીકારાશે

Related posts

આણંદ : ગેરકાયદેસર રીતે બોગસ ટેલિફોન એક્સચેન્જ ચલાવતાં યુપીના બે ઈસમો ઝડપાયા

Charotar Sandesh

ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં થાળી ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું

Charotar Sandesh

આણંદ : પોલીસ અને મશીનરીથી કોંગ્રેસના એમએલએને ડરાવાય છે : અમિત ચાવડાનો આરોપ

Charotar Sandesh