Charotar Sandesh
ગુજરાત

અયોધ્યામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું આયોજન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્વાધીનતા ના 75 વર્ષ અનુસંધાને આ વર્ષે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવવાનું નિશ્ચિત કરેલ છે. આ મહોત્સવ અંતર્ગત 26-27 જૂન ના રોજ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક અયોધ્યા મુકામે આયોજિત કરવામાં આવેલ છે.

આ બેઠક પૂર્વ 25 જૂનના રોજ સ્વતંત્રતા અમૃત મહોત્સવ સમિતિની બેઠક આયોજિત કરેલ છે

આ બેઠકમાં દેશભરમાં કુલ એક લાખ જેટલા વિદ્યાલયોમાં સ્વતંત્રતા ના અમૃત મહોત્સવ અંતર્ગત સમિતિ દ્વારા બધા કાર્યક્રમો પર ચર્ચા વિચારણા અને અંતિમ નિર્ણય તેમજ આયોજન કરવામાં આવશે.આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક સચિવ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ ભાગ લેશે.

ગુજરાત પ્રાંત અધ્યક્ષશ્રી ભીખાભાઇ પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના વિવિધ 21000 જેટલી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સ્વતંત્રતા નો અમૃત મહોત્સવ ઉજવશે. આ કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા ભારત દેશને સ્વતંત્રતા કઈ રીતે મળી અને સ્વતંત્રતા પછી શિક્ષકો,વિદ્યાર્થીઓનું શું કર્તવ્ય છે તે જણાવવામાં આવશે. આ ઉપરાંત દરેક શાળામાં ભારત માતાની છબી અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્વતંત્રતા માટે યોગદાન આપનાર બલિદાની પરિવારના લોકોને સન્માનપૂર્વક શાળામાં આમંત્રિત કરવામાં આવશે તેમજ તેમનું સન્માન કરવામાં આવશે.

આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના બધા જ રાજ્યોના અધ્યક્ષ, મહામંત્રી સંગઠનમંત્રી, મહિલા ઉપાધ્યક્ષ તેમજ વિશેષ આમંત્રિત સદસ્યો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ભીખાભાઇ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએથી તેમજ કેન્દ્ર સરકારમાંથી જ પુનઃ જૂની પેંશન યોજના લાગુ કરવા માટે કાયદો ઘડવામાં આવે તે માંગણીને ભારપૂર્વક રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના HTAT શિક્ષકો તેમજ નગર અને મહાનગરમાં નોકરી કરતા શિક્ષકોને પણ સત્વરે 4200 ગ્રેડ પે મળે એ બાબતે પણ રાષ્ટ્રીય કાર્યકારિણી માં રજુઆત કરવામાં આવશે.

આ બેઠકમાં ગુજરાત પ્રાંતમાંથી અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ, મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ તેમજ કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરી પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેશે.

  • Jignesh Patel, Anand

Other News : પ્રધાનમંત્રી કર્ણાટકની મુલાકાતે : 27000 કરોડના વિવિધ રેલવે અને માર્ગ સુવિધાઓનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે

Related posts

રાજ્ય સરકારની યોજના અંગે ધારાસભ્યને પણ ખબર નથી તો લોકોની તો વાત ક્યાં કરવી ?!

Charotar Sandesh

સૌરાષ્ટ્ર-કચ્છમાં ’કૉલ્ડ ડે’ રહેવાની આગાહી : કાલાવડમાં ઠંડીથી એકનું મોત…

Charotar Sandesh

મારે ત્યાં રેડ પાડવા આવશો તો હું કોઇને પણ મારી નાખીશ’ : બુટલેગર મહિલાની ધમકી

Charotar Sandesh