રાજ્યમાં અનેક જગ્યાએ એસટી બસ સ્ટેન્ડ ખાતે ઉમેદવારોની ભીડ ઉમટી
આણંદ જિલ્લામાં વિવિધ કેન્દ્રો ઉપર રર હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા : આણંદ બસ સ્ટેન્ડમાં એસટીના કાચ તોડ્યા
અમદાવાદ : ગુજરાતમાં હવે પેપર ફૂટવું સામાન્ય થયું હોય તેમ લાગી રહ્યું છે, અને ત્યારે વધુ એક વખત પેપર ફૂટતાં ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે, જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરાઈ છે. આ ઘટનામાં યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવેલ, પોલીસ તપાસ દરમ્યાન એક યુવકની અટકાયત કરાઈ છે.
વધુ એક વખત પેપર લીક થતાં રાજકોટ NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો છે, અને કાર્યકરોએ ‘પેપર ફોડવાનું ગબંધ કરો..બંધ કરો…’, ‘હાય રે ભાજપ હાય હાય’, ‘વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો…બંધ કરો’ના સુત્રોચ્ચાર લગાવ્યા હતા, જે બાદ ૧૫ જેટલા કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
વધુમાં, રાજ્યના અનેક જગ્યાએ એસટી બસ સ્ટેન્ડ ખાતે ઉમેદવારોની ભીડ જામી છે, ત્યારે પેપર લીક થતાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર ધક્કો ખાવાનો વારો આવ્યો છે અને સમય વેડફાયો છે જેને લઈ વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આણંદમાં રોષે ભરાયેલ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી આણંદથી લુણાવાડા જતી બસના કાચ તોડ્યા હતા. આણંદ જિલ્લામાં વિવિધ કેન્દ્રોમાં ૨૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.
Other News : પેપર લીકમાં ગુજરાત ATS અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ : શંકાસ્પદોની અટકાયત