Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-ખેડા જિલ્લાના તાલુકાઓમાં ફરી આ તારિખ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ

ભારે વરસાદ (rain)

આણંદ : દેશના ઘણા રાજ્યોમાં મધ્યમ વરસાદ (rain) અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં તા. ૧૧ થી ૧૫ તારિખ સુધી અતિભારે વરસાદ (rain) ની આગાહી દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત કચ્છ-સૌરાષ્ટ્રમાં કરવામાં આવી છે.

ત્યારે આણંદ-ખેડા જિલ્લામાં ગઈકાલે રવિવારે બપોરબાદ ૪ વાગ્યા બાદ પુનઃ વરસાદ શરૂ થયેલ, જેમાં ખંભાત તાલુકામાં ૩૦ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, જયારે બોરસદ તાલુકામાં ૧૯મીમી વરસાદ (rain) તેમજ અન્ય તાલુકામાં ૫ મીમીથી વધુ વરસાદ નોંધાયેલ હતો.

આણંદ -ખેડા જિલ્લામાં આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ (rain) ની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યકત કરાઈ રહી છે

આણંદ-નડિયાદ શહેરમાં સતત વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામેલ હતા, જેને લઈ ઠેર ઠેર ગંદકીનું પ્રમાણ વધવા પામ્યું છે. આગામી ૨૪ કલાક દરમ્યાન સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમને કારણે આણંદ-ખેડા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

Other News : મુખ્યમંત્રીનો નિર્ણય : આગામી ગણેશોત્સવ દરમ્યાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો હટાવાયા

Related posts

ચરોતર ઈગ્લીશ મિડિયા સ્કૂલ, આણંદ દ્વારા વિધાર્થીનીઓમાં સ્પર્શ જાગૃતતા અંગે સેમિનાર

Charotar Sandesh

ઉત્તરાયણને લઈ ગૃહ વિભાગનું જાહેરનામું : આ નિયમોનો ભંગ કરાશે તો સોસાયટીના ચેરમેન-સેક્રેટરી ભરાશે, જુઓ વિગત

Charotar Sandesh

USA : ન્યુજર્સી સ્ટેટના મલાનપન ખાતે સ્પોર્ટીકા ઇન ડોર હોલમાં ઐશ્વર્યા મજુમદારના ગરબાચાહકો રોષે ભરાયા

Charotar Sandesh