આણંદ : જિલ્લામાં આગામી ૧૭-૧૮ ના રોજ ધોળી-ધુળેટી પર્વ ઉજવવામાં આવશે જેને ધ્યાને લઈ શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે લોકોને માર્ગદર્શન આપવા આણંદ ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં આણંદ નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન પટેલ, આણંદ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિતના આગેવાનો તથા મુસ્લીમ સમાજના આગેવાનો પણ શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા.
આણંદ ટાઉન પીઆઈ વાય.આર.ચૌહાણે જણાવેલ કે, હોળી-ધુળેટીનું પર્વ સૌ સાથે મળીને ઉજવીએ તો અનેરો આનંદ મળે તેમજ સમાજના યુવકોને પણ પર્વનું મહત્વ સમજાવીને નાની નાની બાબતે બે કોમ કે સમાજ વચ્ચે મતભેદ ઉભો ન થાય તે માટેના પ્રયાસો સમાજના આગેવાનોએ કરવો જોઈએ. તેમજ શરીર કે સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે તે માટે પ્રાકૃતિક રંગોથી હોળી ખેલવા પર ભાર મુક્યો છે.
Other News : ડાકોરને જોડતા તમામ માર્ગો પર પદયાત્રિકોનો ધસારો : ડાકોરના ઠાકોરને મળવા શ્રદ્ધાળુઓ આતૂર, જુઓ તસ્વીર