વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટના : ૬ થી ૭ બાળકો હજુય ગાયબ : શોધખોળ શરૂ
પીએમ મોદીએ વડોદરાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
વડોદરામાં ભૂલકાઓને કોણે ડુબાડ્યા ?
વડોદરા : વડોદરા શહેરના પાણી ગેટ વિસ્તારની New Sunrise School ના છાત્રો સાથેની એક બોટ તળાવમાં ડૂબી ગઈ છે. ૨૩ છાત્રો અને ૪ શિક્ષકો સાથેની આ બોટમાં ૬થી ૭ બાળકો હજુ પણ ગાયબ છે. આખરે આ દુર્ઘટના મોત (Death)ની પિકનિક બની ગઈ છે.બોટ તળાવમાં ડૂબી જતાં બાળકો અને શિક્ષકો સહિત ૧૬નાં મોત થયાં છે.
વડોદરામાં એક સ્કૂલની Picnic મોતની પિકનિક બની છે. સ્કૂલમાંથી ફરવા નીકળેલા છાત્રો અને શિક્ષકો સાથે મોટી દુર્ઘટના ઘટી છે. સ્કૂલના ૨૩ બાળકો સહિત ૨૭ લોકો ભરેલી એક બોટ હરણી તળાવમાં પલટી જતાં ૧૬નાં મોત થયા છે. આ ઘટના બાદ NDRFની એક ટીમ પહોંચી છે.
Other News : ટૂંક સમયમાં ૧૦ રૂપિયા સુધી પેટ્રોલ – ડીઝલ સસ્તું થશે : ક્રૂડ ઓઇલની કિંમત ઘટી