આણંદ : રાજ્યમાં કોરોનાના કેસો એકાએક વધી રહ્યા છે, ત્યારે રેલવે સ્ટેશનો અને પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દરમાં એકાએક વધારો કર્યો છે.
હવે આણંદ અને નડિયાદ રેલવે પ્લેટફોર્મ ટિકિટના રૂ.૧૦ ને બદલે હવે રૂ.૨૦ ચુકવવા પડશે
વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા દ્વારા જણાવેલ કે કોરોના કેસો વધી રહ્યા હોવાથી તાત્કાલિક અસરથી વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો રૂ.૩૦ અને આણંદ, નડિયાદ, છાયાપુરી, ગોધરા, ભરૂચ , અંકલેશ્વર સ્ટેશનો પર રૂ.૨૦ અને અન્ય સ્ટેશનો પર રૂ.૧૦ કરવામાં આવશે. આ દર આગામી ૩૧ જાન્યુઆરી -૨૨ સુધી અમલમાં રહેશે. મંગળવારે કોરોનાનું બહાનુ બતાવી તંત્રએ નડિયાદ અને આણંદ રેલ્વે પ્લેટફોર્મ ટીકીટના રૂ.૨૦ કરી દેતા મુલાકાતીઓને હવે રૂ ૧૦ વધારે ચુકવવા પડશે.
Other News : આણંદ નગરપાલિકા સહિત તાલુકાના કેટલાંક આ વિસ્તારોને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરાયા