જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ
આણંદ : યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર દ્વારા આગામી તા.૧૨/૦૭/૨૦૨૩ બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે વલ્લભ વિદ્યાનગર નાના બજાર સ્થિત ઓલ્ડ બોયઝ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં આવેલ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ રોજગાર ભરતી મેળામાં આણંદ તથા અન્ય જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના એન્જીનિયર અને કોઈપણ અન્ય ક્ષેત્રના અનુસ્નાતક કક્ષાના ઊત્તીર્ણ થયેલ શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઈ શકશે.
ઇચ્છુક ઉમેદવારે અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઈ.ડી. JF504173253 છે. આ ભરતી મેળામાં ઇચ્છુક ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રોની નકલ અને બાયોડેટા સાથે આવવાનું રહેશે. આ ભરતી મેળામાં યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગરમાં નામ નોંધણી કરાવેલ તથા નોંધણી વગરના ઉપરોક્ત લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, વલ્લભવિદ્યાનગરની યાદીમાં જણાવાયું છે.
Other News : આણંદ-નડીયાદની વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર એસટી બસ અને MLA લખેલ કાર વચ્ચે અકસ્માત : રના મોત