બ્રિટનમાં પીએમ ઉમેદવાર ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે મુકાબલો છે
બ્રિટેન : બ્રિટનમાં PM ઉમેદવાર ઋષિ સુનકે (rushi sunak) ઘરોમાં વિજળી પર લગભગ ૨૦૦ પાઉન્ડનો ઘટાડો કરશે. જોકે આમ આદમી પાર્ટીની સત્તાવાળા દિલ્હી-પંજાબમાં ૨૦૦ યૂનિટ ફ્રી વિજળી આપવામાં આવી રહી છે. બોરિસ જોનસન (boris johnsan) ના રાજીનામા બાદ બ્રિટનની સત્તાધારી કંજર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વની ચૂંટણી થઇ રહી છે. તેમાં ઋષિ સુનકે (rushi sunak) અને લિઝ ટ્રસ વચ્ચે મુકાબલો છે. તાજેતરમાં જ તમામ સર્વેમાં ઋષિ સુનક (rushi sunak) પાછળ ધકેલાતા જોવા મળી રહ્યા છે. એવામાં તેમની આ જાહેરાત મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.
ધ ટાઇમ્સ (the times) માં તેમણે કહ્યું કે તે એનર્જી બિલમાં વેટમાં ઘટાડો કરશે. તેનાથી બિલોમાં લગભગ ૨૦૦ પાઉન્ડની બચત થશે. બ્રિટનની જનતા પહેલાંથી જ વધુ ઉર્જાના બિલોનો સામનો કરી રહી છે. તાજેતરમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં ઉર્જા બિલોના ભાવ અને વધુ વધવાની સંભાવના છે. એવામાં લાખો લોકો ગરીબી રેખાની નીચે જતા રહેશે. આ સંકટ એવા સમયે આવ્યું છે, જ્યારે બ્રિટનમાં PM પદ માટે ચૂંટણી થઇ રહી છે.
Other News : અભિનેતા આમીર ખાનની લાલસિંહ ચઢ્ઢા ફિલ્મનો વિએચપી, બજરંગ દળે વિરોધ કર્યો